Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સાઇકલોનિક સકર્યુલેશન સક્રિય થતા રાજયમાં સારા વરસાદની શકયતાઓ : હવામાન વિભાગ

ગાંધીનગર, તા.૧૮ : ગુજરાતમાં હજુ પણ વરસાદની માહોલ છવાયેલો જુવા મળી રહ્યો છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ગુજરાતમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદના અભાવના કારણે સિંચાઈથી લઈને જળાશયો માટે પાણીની અછત વરર્તાઈ રહી હતી જો કે સપ્ટેમ્બર મહિલા બાદ મેઘરાજામાં મન મુકીને વરસતા હાલ અનેક ચેડડેમમાં પાણીની સારી આવક થઈ છે.

જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જે જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાં જે વરસાદની ઘટ છે તે પણ આ મહિનામાં પુરી થઈ શકે છે.  હવામાન વિભાગે સાર્વત્રિત વરસાદની આગાહી કરતા કહ્યું છે કે આવતી કાલથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મધ્યમથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સાઈકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાતા આગામી દિવસોમાં અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ હજુ પણ વરસાદની માહોલ થયાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ તરફ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યકત કરવામા આવી છે.

જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ ૧૯ ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને ૨૦ અને ૨૧ સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે. રાજ્યના હવામાન વિભાગે ૧૯થી ૨૧ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

(3:45 pm IST)