Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સરકારી નોકરીમાં દિવ્‍યાંગો માટે ૪ ટકા અનામતનો અમલ

સામાન્‍ય વહીવટના નાયબ સચિવ કે.કે.પટેલની સહીથી પરિપત્ર

રાજકોટ, તા., ૧૮: રાજય સરકારની નોકરીમાં હવેથી દિવ્‍યાંગજનો માટે ૧ ટકા વધારો સાથે ૪ ટકા જગ્‍યાઓ અનામત રાખવાની જાહેરાતનો અમલ થઇ ગયો છે. આ અંગે ગઇકાલે તા.૧૭ સપ્‍ટેમ્‍બરે સભાની વહીવટ વિભાગના નાયબ સચિવ શ્રી કે.કે.પટેલની સહીથી વિગતવાર પરીપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે.
રાજય સરકારના વર્ગ ૧ થી ૩ માં સબંધીત સંવર્ગમાં સીધી ભરતીથી ભરવાની થતી કુલ ખાલી જગ્‍યાના ચાર ટકા જગ્‍યાઓ સુનિヘતિ કરવામાં આવેલ દિવ્‍યાંગતા ધરાવતી વ્‍યકિતઓ માટે અનામત રહેશે.
દિવ્‍યાંગ અનામતનો લાભ મેળવવા ઇચ્‍છનાર દિવ્‍યાંગો સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
બેન્‍ચમાર્ક ડીસેબીલીટીઝસ ધરાવતા બિનઅનામત, એસસી, એસટી,ઓબીસી કે ઇડબલ્‍યુએસ તમામ કેટેગરી માટે છુટછાટના સમાન ધોરણો લાગુ પડશે.
આ છુટછાટના ધોરણોમાં કોઇ પણ કેટેગરીના કોઇ પણ ઉમેદવારની તરફેણમાં વધારે છુટછાટ ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
આ ઠરાવ રાજય સેવા/પંચાયત સેવા ઉપરાંત રાજય સરકાર હસ્‍તકના બોર્ડ/કોર્પોરેશન/જાહેર સાહસો, વૈધાનીક સંસ્‍થાઓ, શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વ વિદ્યાલયો, સરકાર પાસેથી ગ્રાન્‍ટ/લોન/આર્થીક સહાય મેળવતી તમામ સંસ્‍થાઓ, સહકારી સંસ્‍થાઓ, મહાનગર પાલીકાઓ અને નગર પાલીકાઓની સેવાઓને પણ લાગુ પડશે એટલે તેમણે પણ આ ઠરાવનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે. આ ઠરાવ પ્રસિધ્‍ધ થયા તારીખથી અમલમાં આવશે.

 

(11:14 am IST)