Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

બિલ્‍ડરો, બ્રોકર્સ, ફાઇનાન્‍સરો, ફાર્મા કંપનીઓ ITના રડારમાં

આવકવેરા વિભાગે આગામી દોઢ મહિના સુધી રાજયભરમાં મોટાપાયે દરોડા પાડવાનુ આયોજન કર્યુ

અમદાવાદ, તા.૧૮: આવકવેરા વિભાગે આગામી દોઢ મહિના સુધી રાજયભરમાં મોટાપાયે દરોડા પાડવાનુ આયોજન કર્યુ હોવાનુ જાણવા મળ્‍યુ છે. આઇટી વિભાગના જુદા જુદા વિભાગના અધિકારીઓ કરચોરી અંગેના દસ્‍તાવેજો મેળવવા અને કરચોરોની માહિતી મેળવવા સક્રિય થઇ ગયુ છે. અત્‍યંત ખાનગી રાહે આવકવેરાના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
બેન્‍કોમાંથી કરોડો રૃપિયાની લોન લઇને ચૂકવણા કરવામા નિષ્‍ફળ જતા કેટલાક બિલ્‍ડરોની માહિતી આઇટી વિભાગને મળી છે. પ્‍લોટીગ સ્‍કીમ અને મોટા પ્રોજેક્‍ટો બેન્‍કમાં બતાવીને ૩૦૦થી ૪૦૦ કરોડની લોન લેવામા આવી રહી છે પાછળથી ચૂકવણા કરતા નથી. બેન્‍કોમાથી લોનના સ્‍વરૃપમાં મેળવેલી રકમમાંથી બેનામી મિલકતો ખરીદવામા આવતી હોય છે તેવા કિસ્‍સા બહાર આવ્‍યા છે.
અમદાવાદ સહિત રાજયભરમાં રિયલ એસ્‍ટેટ સાથે સંકળાયેલા બિલ્‍ડરો ,જમીન દલાલો, ફાર્મા કંપનીઓ અને ફાયનાન્‍સ કરનારો ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોરોના કાળ દરમ્‍યાન જેમના ધંધા મંદા પડી ગયા હતા અને એક તબક્કે ધંધા બંધ કરી દેવાની નોબત આવી હતી આવા સમયે બ્‍લેકમની માર્કેટમાં ફરતું થયુ હતુ .બ્‍લેકમની ઉંચા વ્‍યાજ ફાયનાન્‍સ કરવામા આવ્‍યુ છે તેની કેટલીક વિગતો અન્‍ય એજન્‍સીની મદદથી પણ મેળવવામા આવી છે.
કન્‍સ્‍ટ્‍કશન મટિરિયલ્‍સ મોદ્યુ થયા પછી જે બિલ્‍ડરે જમીન ખરીદી હતી તેવા કેટલાક બિલ્‍ડરોએ નવી સ્‍કીમ મુકવાના બદલે જમીન અન્‍યોને વેંચી દીધી હોવાના કિસ્‍સા પણ છે તેની પાછળનુ કારણ એવુ છે કે, ખરીદેલી જમીન પર બિલ્‍ડર સ્‍કીમ બનાવે એટલે સ્‍કીમ માટે જે કંઇ પણ ખર્ચ થાય તે કોઇપણ ભોગ કરવો પડે એવો હતા.
એટલુ જ નહિ એસ.જી.હાઇવે પર વૌશ્વનવદેવી સર્કલથી સરદ્યાસણ વચ્‍ચે ૩ બીએચકે ફ્‌લેટ વેચવા માટે ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે આવા સમયે કેટલાક જમીન દલાલોની મદદથી જમીનોના ઉંચા સોદા થયા છે.જમીનના સોદામાં કેટલીક રકમ ઓનમની લેવામા આવી છે જે આઇટી વિભાગની જાણમાં છે.

 

(11:12 am IST)