Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગાંધીનગર મહાનગર પાલિકાની ત્રીજી ઓક્ટોબરે : ચૂંટણી:નામાંકન ભરવાનો શનિવારે છેલ્લો દિવસ

મનપા , પંચાયત અને પાલિકામાં ભાજપના કબ્જા બાદ ગાંધીનગર મનપાના પરિણામ પર સૌની નજર

અમદાવાદ : ગુજરાતમાં કેટલીક પાલિકા,સહીત સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 3 ઓક્ટોબરે યોજાશે.  ગાંધીનગર મહાપાલિકા,થરા નગરપાલિકા, અને સૌરાષ્ટ્રના ભાણવડ નગરપાલિકાની પેટા ચૂંટણી,ઓખા નગરપાલિકા સહીત અમદાવાદના બે વોર્ડની પેટા ચૂંટણી યોજાનારી છે અને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ આવતીકાલ શનિવારે છે.અમદાવાદ મહાપાલિકાના ઇસનપુર અને ચાંદખેડાની બે બેઠકોની પેટા ચૂંટણી થશે.

અમદાવાદ મહાપાલિકાના બે વોર્ડ ઇસનપુર અને ચાંદખેડા બેઠકના ભાજપના ઉમેદવારો શનિવારે નામાંકન દાખલ કરશે.ભાજપે ઇસનપુર વોર્ડમાંથી પૂર્વ નગરસેવક ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ આપી છે.તો ચાંદ્ખેડામાથી રીના બહેન પટેલના નામને અનુમોદન આપ્યું છે. તો કોંગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડના ઉમેદવાર દિવ્યાબહેન રોહિતને ઘોષિત કરાયા છે.

છ માસ પૂર્વે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ પંચાયત-પાલિકા અને મહાપાલિકામાં કોન્ગ્રેસના સૂંપડા સાફ કરી નાખ્યા હતા.મહાનગરપાલિકામાં તો રાજકોટ અને સુરતમાં કોંગ્રેસને ફાળે એક પણ બેઠક નહોતી આવી.સુરતમાં કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હલચલ મચાવી દીધી હતી. હવે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે ત્યારે, ભાજપને બધી મહાનગર પાલિકાઓ પર કબજો અને પંચાયત પાલિકા પરનો પ્રભાવ મદદ કરી શકશે. આ બધા વચ્ચે, ગાંધીનગર મહાપાલિકાના પરિણામ વધુ રોચક રહેશે. ગાંધીનગર મહાપાલિકામાં આમ આદમી પાર્ટી પણ લાંબા સમયથી પ્રચાર પ્રસારમાં ઉતરી છે.

(9:16 am IST)