Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગુજરાત કેડરના ૧૯૮૮ ની બેંચના મહિલા સનદી અધિકારી એસ. અપર્ણા વર્લ્ડ બેંકના એકિઝયુટીવ ડાયરેકટર પદ પરથી પરત આવતા વડાપ્રધાને તેમની મિનિસ્ટ્રી ઓફ ફાર્માચ્યુટિકલ્સના સચિવ પદે નિમણુંક કરી છે

ગાંધીનગર : ગુજરાત કેડરના ૧૯૮૮ બેંચના મહિલા સનદી અધિકારી એસ. અર્પણા વર્લ્ડ બેંકના એકિઝકયુટીવ ડાયરેકટર પદ પરથી પરત આવતા વડાપ્રાને તેઓની મિનિસ્ટ્રી ઓફ ફાર્માસ્યુટિકલ્સના સચિવ પદે નિમણુંક કરી છે.

ગુજરાત કેડરના 1988 બેચના મહિલા IASને કેન્દ્રમાં મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી પદે નિમણૂંક આપવામાં આવી છે. એસ અપર્ણા (IAS S Aparna) ગુજરાત કેડરના સિનિયર મહિલા IAS અધિકારી છે. તેઓ વર્લ્ડ બેંક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ગયા તે પહેલાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મધ્યપ્રદેશના ગવર્નરના અગ્ર સચિવ હતાં. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી ગયા બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમના પણ અગ્ર સચિવ હતાં. તેમનો વર્લ્ડ બેંકનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ કેમ્પમાં પરત આવી ગયા છે અને તેમણે મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે નિમણૂંક આપી છે. મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરીના તેમને કેમિકલ અને ફર્ટિલાઇઝરના સચિવ તરીકે કામગીરી કરશે.

મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના અગાઉના સચિવ ગુજરાત કેડરના 1986 બેંચના સિનિયર IAS પી ડી વાઘેલા હતાં. જેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમની જગ્યાએ ગુજરાત કેડરના જ સિનિયર મહિલા IAS અધિકારી એસ અપર્ણાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત કેરલા કેડરના 1984 બેંચના સેક્રેટરી આનંદ કુમારને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી બનાવ્યા છે અને મહારાષ્ટ્ર કેડરના 1988 બેંચના સિનિયર IAS અપૂર્વા ચંદ્રાને મિનિસ્ટ્રી ઑફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી બનાવવામાં આવ્યાં છે.

(10:05 pm IST)