Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દ. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ

માંગરોળમાં ૫.૨ ઈંચ વરસાદ નોંઘાયો

અમદાવાદ,તા.૧૮ : દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે.જેનાં પગલે દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળો હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. અમારાસુરતનાં પ્રતિનિધિ જણાવે છે. કે સુરત જિલ્લાનાં ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ જેટલોં ભારે વરસાદ પડ્યો છે. આ સાથે માંગરોળમાં પણ ૫.૨ ઈંચ જેટલો વરસાદ નોંઘાયો છે. ભારે વરસાદનાં કારણે નીરાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ જાણે નદીઓ વહેતી થઈ છે. પાણીનાં કારણેલોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.તાપી જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં કુકુરમુંડા તાલુકામાં  સૌથી વધુ ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ડોલવણ તાલુકામાં  એક ઈંચ તો નીઝરતાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો મહીસાગર જિલ્લામાં પણ સર્વાત્રીક વરસાદનોંધાયો છે. જેમાં લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, બાલાસીનોર, અનેવીરપુર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ સાથે જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(9:47 pm IST)