Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પાર્ટ્સના ઓઠા હેઠળ દારૂ ભરેલી ટ્રક જબ્બે

ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર

અમદાવાદ,તા.૧૮ : સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની મોબાઈલ સ્કવોર્ડ દ્વારા સામખીયાળી, કચ્છ ચેકપોસ્ટ નજીકથી ઓટો પાર્ટ્સના ઈ-વે બિલના ઓઠા હેઠળ દારૂ ભરેલી ટ્રક પકડી પાડી છે. જોકે ટ્રક ડ્રાઈવર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અને આ અંગે સ્ટેટ જીએસટી અધિકારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે દારૂ ભરેલી ટ્રક જપ્ત કરીને તપાસની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સ્ટેટ જીએસટી ટીમ દ્વારા સામખીયાળી ચેક પોસ્ટ નજીક એક ટ્રકને રોકીને પ્રાથમિક પૂછપરછ કરીને ડોક્યુમેન્ટ માંગતા ટ્રક ડ્રાઈવરે ઈ-વે બિલ આપ્યા હતા. મહારાષ્ટ્રનું પાસિંગ ધરાવતી આ ટ્રક જયપુરથી પોરબંદર તરફ ઓટો પાર્ટ્સનો માલસામાન લઈ જવા અંગેના પુરાવા ધરાવતી હતી જો આ ટ્રકમાં પોરબંદર માલસામાન મોકલવાનો હોય તો સામખીયાળી ચેક પોસ્ટના રૂટ પર ટ્રક આવે જ નહીં. કારણ કે સામખીયાળીથી ગાંધીધામ અને કચ્છના વિસ્તાર તરફ જ જઈ શકાય છે. આથી ટ્રક ડ્રાઈવરે આપેલા બિલ તપાસતાં સ્ટેટ જીએસટી અધિકારીઓને શંકા પડી હતી અને તેથી ટ્રક સાઈડમાં કરવા સુચના આપતા ડ્રાઈવરે ટ્રક ભગાડી હતી.

(9:47 pm IST)