Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી, મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય કરાશે - શિક્ષણમંત્રી ચુડાસમા

ગાંધીનગર : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં શાળાઓની ફી અંગે આપેલા ચુકાદાની નકલ રાજ્ય સરકારને મળતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે તેઓ આ ચુકાદા સંદર્ભમાં બેઠક કરશે.

તેમણે કહ્યું કે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે. શિક્ષણ મંત્રીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના સંદર્ભમાં પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં આ વિગતો આપી હતી.

 

(9:08 pm IST)