Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજયમાં આજે ફરી કોરોનાએ ફૂફાળો માર્યો : છેલ્લા 24 કલાકમાં નવા રેકર્ડબ્રેક 1410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : 1293 લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ : વધુ 16 લોકોના દુખદ અવસાન : કુલ કેસનો આંક ૧,૨૦,૪૯૮ થયો : આજ સુધીમાં કુલ ૧,૦૧,૧૦૧ લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 286 કેસ ,અમદાવાદમાં 173 કેસ, વડોદરામાં 135, રાજકોટમાં 144 કેસ, જામનગરમાં 129 કેસ, ભાવનગરમાં 36 કેસ, ગાંધીનગરમાં 48 કેસ, મહેસાણામાં 47 કેસ, કચ્છમાં 34 કેસ, જુનાગઢમાં 37 કેસ નવા નોંધાયા : રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં આજે પણ તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજયમાં આજે ફરી કોરોનાએ ફૂફાળો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા રેકર્ડબ્રેક 1410 કોરોના પોઝિટિવ કેસ નોંધવાની સામે આજે 1293 લોકો સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૦૧,૧૦૧ દર્દીઓએ કોરોનને પરાસ્ત કર્યો છે. આ સાથેજ રાજ્યનો કુલ પોઝિટિવ કેસનો આંક ૧,૨૦,૪૯૮ એ પહોચ્યો છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના દુખદ અવસાનની સાથે કુલ ૩૨૮૯ લોકો કોરોના ને લીધે મૃત્યુ પામ્યા છે. અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવર રહ્યો છે.

રાજ્યમાં આજે ૬૯,૦૭૭ નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૩૬,૭૮,૩૫૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ ૧૬૧૦૮ છે. રાજ્યમાં રિકવરી રેટ ૮૩.૯૦ % પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા 1410 પોઝિટિવ કેસમાં આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ  286 કેસ ,અમદાવાદમાં 173 કેસ, વડોદરામાં 135, રાજકોટમાં 144 કેસ, જામનગરમાં 129 કેસ, ભાવનગરમાં 36 કેસ, ગાંધીનગરમાં 48 કેસ, મહેસાણામાં 47 કેસ, કચ્છમાં 34 કેસ, જુનાગઢમાં 37 કેસ નવા નોંધાયા છે.

(8:00 pm IST)