Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

બૂટલેગર કાલુની હત્યાનો માસ્ટરમાઇન્ડ ઝડપાઈ ગયો

સુરતમાં દારૂના ધંધાની અદાવતમાં ખૂની ખેલ : ૧૦ કરતા વધુ લોકો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ચાકુના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હતી

 સુરત,તા.૧૮ : સુરતના ઉધના વિસ્તારમાં ચકચારી બુટલેગર કાલુ હત્યા પ્રકરણમાં ડિંડોલી પોલીસે કાલુની હત્યાની યોજના ઘડનાર અને જેના પર હુમલો થયો હતો તેની અદાવતમાં બુટલેગર પર હુમલો કરી હત્યા કરાવનાર ગણેશ વાઘની પોલીસે કરી છે. જૂન મહિનામાં ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બૂટલેગર પર ડિંડોલી વિસ્તારમાં ૧૦ જેટલા શખ્સોએ ચાકૂ અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હુમલા કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સુરતના ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા કાળું નમન બુટલેગરની આજથી  ત્રણ માસ અગાઉ ડીડોલી ખાતે કાલુના ઘર નજીક જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ડિંડોલી પોલીસે તેની હત્યાની યોજના ઘડનાર ગણેશ ઉર્ફે ગણીયા રવિન્દ્ર વાઘની ગત મોડીરાત્રે ધરપકડ કરી હતી. સુરત ના ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા કાળું નમન બુટલેગર ની આજથી ત્રણ માસ અગાઉ ડીડોલી ખાતે કાલુના ઘર નજીક જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

              આ બનાવમાં ડિંડોલી પોલીસે તેની હત્યાની યોજના ઘડનાર ગણેશ ઉર્ફે ગણીયા રવિન્દ્ર વાઘ  ની ગત મોડીરાત્રે ધરપકડ કરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા કાળું નમન બુટલેગર ની આજથી ત્રણ માસ અગાઉ ડીડોલી ખાતે કાલુના ઘર નજીક જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ડિંડોલી પોલીસે તેની હત્યાની યોજના ઘડનાર ગણેશ ઉર્ફે ગણીયા રવિન્દ્ર વાઘની ગત મોડીરાત્રે ધરપકડ કરી હતી.

            જીંગા વેચતા ગણેશ ઉપર પણ કાલુની હત્યાના બે દિવસ અગાઉ કાલુ જ્યાં દારૂનો વેપાર કરતો હતો તે ભીમનગર આવાસમાં જ 'તું બહુ મોટો ડોન બની ગયો છે, આજે તારુ પુરુ કરી નાખીએ છીએ' તેમ કહી હુમલો કરી છરાના ઘા ઝીંક્યા હતા. જોકે આ વિસ્તારમાં કાળુનું વર્ચસ્વ હતું સાથે ગણેશ વાઘનું પણ વર્ચસ્વ હતું જોકે પોતાના વર્ચસ્વ સાથે પોતાના પર થયેલા હુમલાની અદાવત રાખીને ગણેશ વાઘ દ્વારા કાલીની હત્યાનો પ્લાન બનાવીયો હતો અને હત્યા કરાવી હતી જોકે પોલીસે ની પૂછપરછ માં  હુમલાની અદાવતમાં જ કાલુની હત્યા કર્યાની કબૂલાત  પોલીસ સમક્ષ કરી હતી. અગાઉ પોલીસે આ મામલે તપાસ કરતા ૫ લોકોની અટકાયત કરી હતી. જેમાં આરોપીના નામ કિરણ ઉર્ફે માયા ઉર્ફે ગટલ્યા અશોકભાઈ ગંગારામ ઠાકરે, ગુરમુખસીંગ ક્રીપાલસીંગ સરદાર, સન્ની ઉર્ફે કિશન ઉર્ફ સોન્યા-બાપુરાતન પાટીલ, અક્ષય રવીન્દ્ર પાટીલ, રાકેશ ઉર્ફે રાકીયા દાદાભાઈ ભામરે, અજય ઉર્ફે અજુ સિરસાઠને પોલીસે ઝડપી પાડ્યા છે.

(7:24 pm IST)