Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગાંધીનગર નજીક સરગાસણમાં ઘોડાના તબેલામાંથી એલસીબીની ટીમે બે શખ્સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયા

ગાંધીનગર: શહેર નજીક સરગાસણમાં આવેલા ઘોડાના તબેલામાંથી ગાંધીનગર એલસીબીની ટીમે બે શખ્સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયા હતા. જે પૈકી એક યુવાન પાસેથી દેશી રિવોલ્વર અને અન્ય યુવાન પાસેથી સ્ટાર્ટર ગન મળી આવી હતી. આ સંદર્ભે ઈન્ફોસીટી પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

ગાંધીનગર જિલ્લામાં હથિયાર સંબંધી ગુનાઓ અટકાવવા અને ગેરકાયદે હથિયારો પકડવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાના પગલે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી કામગીરી કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પીએેસઆઈ વી.કે.રાઠોડની ટીમને બાતમી મળી હતી કે સરગાસણના ઘોડાના તબેલા ખાતે બે શખ્સો પાસે ગેરકાયદે હથિયાર છે. જે સંદર્ભે આ પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં વિશાલસિંહ ઉર્ફે પીન્ટુ ઈન્દ્રજીતસિંહ રાણા રહે.અલુવા ગામ પાસેથી દેશી રિવોલ્વર અને એરગન મળી આવી હતી. જે તેની પાસે દાદા વખતથી હોવાનું કહયું હતું તેમજ એરગન ચોટીલાથી લાવ્યાનું કહયું હતું. તો રીઝવાન ઉર્ફે રીજ્જુ કમરૂદીન શેખ રહે.પ્લોટ નં.૧૬૨/૧, સે-૪/એ પાસેથી સ્ટાર્ટર ગન મળી આવી હતી. 

(5:35 pm IST)