Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ડીસાના લાટી બજાર વિસ્તારમાં ખાનગી ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમના દરોડા:26 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો ઝડપવામાં આવ્યો

ડીસા: શહેરમાં  અખાધ પદાર્થો મિલાવટનું મોટુ સેન્ટર બનતું જાય છે. ત્યારે લાટી બજાર વિસ્તારમાં ખાનગી ફેકટરી ઉપર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી ૨૬ લાખ ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરતા ભેલસેલીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે બીજી તરફ ફ્રુડ વિભાગે ઝડપાયેલ શંકાસ્પદ ઘીના નમુનાના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત જોઇએ તો બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ડીસામાં ખાધ પદાર્થોમાં ભેળસેળ કરવાનું એપી સેન્ટર માનવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અવાર નવાર આવા તત્વો સામે લાખ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની જેમાં આજે ગુરુવારના ફ્રુડ વિભાગ ટીમને ખાનગી બાતમી આધારે ડીસાના લાટી બજાર વિસ્તારમાં ખાનગી ફેકટરી ઉપર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોડાઉન ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં બનાસકાંઠા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અલગ અલગ કંપનીના ઘીનો ૨૬ લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ આ ઘીના સેમ્પલ લઇ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:33 pm IST)