Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

બનાસકાંઠાના અમીરગઢ નજીક ચેકપોસ્ટ પરથી પોલીસે ટ્રક સહીત મિનિબસમાંથી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરી

બનાસકાંઠા: જિલ્લાના અમીરગઢ અને રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પરથી ટ્રક અને મીની બસમાં ગુજરાતના લઇ જવાતો વિદેશી દારૃની સાથે ચાર ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે.

અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવતી અને અંતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસ કર્મચારીઓ રૃટિન ચેકીંગ કરી રહ્યા તે દરમિયાન રાજસ્થાન તરફથી પુરઝડપી આવતી કાર અને તેની પાછળ આવતી મીની બસ પર સક જતા તેને રોકાવેલ હતી. બસમાં તપાસ કરતા તેમાં ૪૦ પેટી વીદેશી દારૃ ભરેલ હોવાથી કાર અને બસના ચાલકે મિલી ભગતથી ગુજરાતમાં દારૃ લઇ જવાનું સડયંત્ર રચેલ હોઇ તેમાં સવાર ત્રણેય ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા દારૃ સહિત ૧૦,૪૯,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

(5:33 pm IST)