Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વડોદરા:પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પિયરમાં જતી રહેલ પત્નીએ કરેલ ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેવા પતિએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પિયરમાં રહેવા જતી રહેલી પત્નીએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. જે કેસ પરત ખેંચી લેવા માટે પત્નીને પતિએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અટલાદરા આકૃતિ લાઈફ સ્ટાઈલ નામના એપાર્ટમેન્ટમાં રહેતી પૂર્વી મિહીરભાઈ ગાંધીએ માંજલપુર પોલીસને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં  મારા લગ્ન જામનગરમાં રહેતા મિહીર ભરતભાઈ  ગાંધી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી છે. મારા પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હોઈ સાડા ચાર વર્ષથી હું મારા પિયરમાં આવીને રહું છે. માર્ચ ૨૦૧૫માં મેં વડોદરાની ફેમિલી કોર્ટમાં પતિ વિરૃધ્ધ ભરણપોષણનો કેસ કર્યો છે.

ગઈકાલે સવારે દશ  વાગ્યે મારા પતિ અહીં મારા પિયરમાં આવ્યા હતા.  અને ભરણપોષણનો કેસ પરત ખેંચી લેવા માટે મને જાનથી મારી નાંખવાની તેમજ મારી પુત્રીને પણ તેમની સાથે  લઈ જવાની ધમકી આપી હતી. આ અગાઉ પણ અવારનવાર અલગ અલગ નંબરની મને કોલ કરીને પતિએ ધમકી આપી હતી.

(5:27 pm IST)