Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં નિંદ્રાધીન મહિલા મુસાફરના પર્સને ચોરી ગઠિયો રફુચક્કર

વડોદરા:ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નિદ્રાધીન મહિલા મુસાફરની બેગને તીક્ષ્ણ હથિયારથી કવર ફાડી નાખી. તેમાંથી સોના-ચાંદીના દાગીના ભરેલું રૂપિયા 2.60 લાખની કિંમત ધરાવતું પાર્સ ચોરી કરી અજાણ્યો ગઠિયો ફરાર થઈ જવાનો બનાવ રેલવે પોલીસ મથકે નોંધાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ઉત્તરપ્રદેશના રહેવાસી આસમાબાનો શેખ પરિવાર સાથે પ્રયાગરાજથી ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન પરિવાર સુઈ ગયો હતો દરમિયાન ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવતા ઉભી રહી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓની બેગ ફાટેલી છે. 

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યો ગઠિયો બેગને ચેકો મારી તેમાંથી લેડીઝ પર્સ ચોરાઈ ગયો છે જે પર્સમાં 25,000નું સોનાનું ઝોલું, 75,000 નું સોનાનું મંગળસૂત્ર, 25,000ની સોનાની વાળી, 25,000ની સોનાની બે અંગૂઠી, 1500ની કિંમતની ચાંદીની અંગુઠી, 32,000ના ચાંદીના છડા, 11,000ના ચાંદીના છડા, 5000 નો પોચો અને 6,000ની કિંમતનો મેકઅપનો સામાન હતો.

(5:25 pm IST)