Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નર્મદા SOG પોલીસે તિલકવાડા તાલુકાના રેંગણ ગામ ખાતેથી ગાંજા સાથે એક અપંગ ઇસમ ને ઝડપી પાડયો

રેંગણ ગામે ગાંજાનો વેપલો કરતા વ્યક્તિ પાસે થી પોલીસે રૂ.ચાર હજારની કિંમતના 400 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી નારકોટીક્સ ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસના સમગ્ર તંત્ર ને જીલ્લામા ફેલાયેલી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર બ્રેક લગાવવા તેમજ નારકોટીક્સના કેસો શોધી કાઢવાની કડક સુચના પોલીસ મહાનિરદેશક ગાંધીનગર તરફ થી મળેલ હોય વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ તેમજ નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહના માર્ગદર્શન હેઠળ નર્મદા SOG એ તિલકવાડા તાલુકાના રેંગણ ગામ ખાતે થી ગાંજા ના વેપલા સાથે સંકળાયેલા એક અપંગ આરોપીને ઝડપી પાડયો હતો.

 પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર નર્મદા SOG  ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ટી.જાટ સહિત સ્ટાફ ના ASI રવિન્દ્રભાઈ જગદીશ ભાઈ ,મનોજભાઈ ,યોગેશભાઈ ,ભરતસિંહ શૈલેન્દ્રભાઈને બાતમી મળેલ કે તિલકવાડા તાલુકાના રેંગણ ગામ ખાતેના ટેકરાફળીયા ખાતે સુકાભાઇ શનાભાઈ વસાવા નામનો વ્યક્તિ ગાંજા વેચવાનો ગેરકાયદેસર વેપલો કરે છે જેથી પોલીસે છટકું ગોઠવી આરોપી ને 400 ગ્રામ ગાંજો કિંમત રુપિયા 4000 સાથે ઝડપી પાડયો હતો.

 નર્મદા SOG પોલીસે આરોપીને ઝડપી તિલકવાડા પોલીસ મથકમાં આરોપી સામે નારકોટીક્સની ધારા મુજબ કાયદેસરનો ગુનો નોંધ્યો હતો.

 

 

 

 

(3:59 pm IST)