Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નાંદોદના ભદામની સીમમાં પોલીસે રેડ કરતા ૨ જુગરિયા રૂ.૧૨,૫૯૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા : ૪ ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા ભદામ ગામમાં રાજપીપળા પોલીસે જુગારની રેડ કરતા ૨ જુગરિયાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જોકે બાકી ૪ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા.

 પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકા અન ભદામ ટેકરા ગામની સીમમાં આવેલ ખાડી-કોતરમાં એક લીમડાના ઝાડ નિચે જાહેરમાં ગેર કાયદેસર પત્તાપાનાનો હારજીત નો જુગાર રમી રમાડી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરતા અંગઝડતીના ફૂલ રૂપીયા ૨૯૫૦ તથા દાવ ઉપરના રૂપીય-૧૬૪૦ તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૮૦૦૦ મળી કુલ રૂપિયા- ૧૨,૫૯૦ ના મુદ્દામાલ સાથે બે જુગરિયા પૈકી આનંદ મહેશભાઈ વસાવા ,સુનિલ રામાભાઈ વસાવા રેડ દરમિયાન પકડાઈ ગયા હતા જ્યારે અન્ય ચાર માં કાનજી હિરાભાઈ વસાવા,પરેશ સેદલભાઈ વસાવા, સોમાભાઈ ઉર્ફ રસુલભાઈ તથા ભગવાન વસાવા નાસી જતા પોલીસે આ ચાર ની શોધખોળ આદરી કુલ ૬ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(3:58 pm IST)
  • પેટીએમની એપ ગુગલ સ્ટોર ઉપરથી દૂર થઈ : પે-ટીએમની મુખ્ય 'એપ' ગુગલ પ્લે સ્ટોર ઉપરથી હટાવી દેવાયાના અહેવાલો મળે છે : કારણ જાણવા મળતુ નથી : જયારે પે-ટીએમની અન્ય એપ જેવી કે બીઝનેસ, પે-ટીએમ મેઈલ અને પે-ટીએમ મની પ્લે સ્ટોર હજુ પણ જોવા મળે છે. ટ્વીટર ઉપર અનેક યુઝર આના કારણો પૂછી રહ્યા છે access_time 4:07 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • જામનગરમાં વ્યાજખોરોનાં ત્રાસથી હિરેન પટેલનો આપઘાતનો પ્રયાસઃ અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી મળી : ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવારમાં : વ્યાજખોરો ઘરે આવીને ત્રાસ આપતા પગલુ ભર્યુ access_time 11:35 am IST