Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજપીપળા નગરપાલીકા વર્ષ ૨૦૨૦ ની સામાન્ય ચુંટણીમાં અનુસુચિત જાતીની બેઠક ફાળવણી બાબતે આવેદન

સમસ્ત વાલ્મિકી સમાજે નગરપાલિકાની બેઠક બાબતે આપ્યું નર્મદા કલેક્ટરને આવેદનપત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલીકા વર્ષ ૨૦૨૦ ની સામાન્ય ચુંટણી માં અનુસુચિત જાતીની બેઠક ની ફાળવણી બાબતે રાજપીપળા ના સમસ્ત વાલ્મિકી સમાજે નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.

 આ આવેદનમાં જણાવ્યા મુજબ રાજપીપળા નગરપાલીકા નર્મદા જીલ્લાની માત્ર એક નગરપાલીકા છે જેમાં કુલ-૨૮ બેઠક માની અનુસુચિત જાતીની માત્ર એક બેઠક છે.જે વર્ષોથી અનુસુચિત જાતી પુરુષ બેઠક હતી જેને બદલી ર૦ર૦ ની સામાન્ય ચુંટણી અનુસુચિત જાતી મહિલા અનામત બેઠક કરવામાં આવેલી છે.જેથી અમારા સમાજના આગેવાન તથા સમાજના તમામ રહીશોની માંગણી છે કે આ અનુસુચિત જાતીની માત્ર એક જ બેઠક છે તેનો કોઇ ફેરફાર ન કરી અનુસુચિત સ્ત્રી અને પુરુષ બન્ને માટે કોમન રાખી આવનાર સામાન્ય નગર પાલીકા માં ચુંટણી કરવામાં આવે તેમ અમારા સમાજની આ માંગણી અને લાગણી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ,ગાંધીનગરને પહોંચાડવી.

(3:38 pm IST)