Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સોશ્યલ મિડિયા પર થતી બહેન-દિકરીઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ

વલસાડ પોલીસે સાયબર બુલિંગ માટે પણ સુરક્ષા આપવાની તૈયારી દર્શાવી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ પોલીસ દ્વારા ગુજરાતના સાઇબર આસ્વસ્ત કાર્યક્રમ થકી સાયબર બુલિંગ માટે પણ સુરક્ષા આપવાની તત્પરતા દર્શાવી છે. ખાસ કરીને સોશ્યલ મિડિયા પર બહેન-દિકરીઓની થતી છેડતી અટકાવવા અને અપરાધીઓને દંડવા પોલીસે તત્પરતા દર્શાવી છે. 

 વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ અકિલાને જણાવ્યું કે, ફેઇસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મિડિયાના પ્લેટફોર્મ પર મહિલાઓ અને યુવતીઓ સાથે ઘણી વખત છેડતી થતી હોય છે. તેમના ફોટા મોર્ફ કરીને મુકાતા હોય છે. જેના કારણે ઘણી વખત યુવતીઓ હતપ્રત બની જતી હોય છે. આ માટે કોની પાસે મદદ માંગવી તેનો ડર તેમને સતાવતો હોય છે. તેમના ડરનું નિવારણ વલસાડ પોલીસ કરી દેશે. તેમની ઓળખ છતી ન થાય એ રીતે વલસાડ પોલીસ તેમની છેડતી કરનારને અટકાવી તેને દંડવાની કાર્યવાહી કરશે. જો કોઇ પણ મહિલા કે યુવતી અથવા કિશોરો સાથે કોઇ પણ છેડતી કે બ્લેકમેલિંગની ઘટના બને તો તેમણે માત્ર 100 નંબર ડાયલ કરવાનો રહેશે. આ નંબર પર પોતાની સાથે થયેલી ઘટના વર્ણવવાની હશે. જેના થકી પોલીસ ઓનલાઇન જ તેમની સાથે થતી બુલિંગ કે છેડતીની ઘટનાનું વિશ્લેષણ કરી તેના આરોપી સુધી પહોંચી જશે. આ માટે મહિલાઓએ કોઇ પણ ડર રાખવાની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યું હતુ.

(3:38 pm IST)