Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

છ વર્ષમાં ૧ર કરોડ લોકોને નોકરીના વચનનું શું થયું ?

છેલ્લા ચાર મહિનામાં દેશના ૧.૮૯ કરોડ યુવાનોએ નોકરી ગુમાવી : કેન્દ્ર સરકારે પરીક્ષા ફીના નામે દેશના યુવાનો પાસેથી રૂ. રપ૦૦ કરોડ ખંખેરી લીધા : રાજયમાં પ૦ લાખથી વધુ યુવાનો બેકાર : ડો. મનિષ દોશીના આકરા પ્રહારો

અમદાવાદ , તા. ૧૮ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે તેમની સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ સાથે  ચૂંટણી પ્રચાર સભામાં દેશના યુવાનોને દર વર્ષે ૨ કરોડ નવી નોકરી - રોજગાર સર્જનના વાયદા-વચન જુમલાને  યાદ કરાવતા, બેરોજગારીની વ્યાપક સમસ્યા અંગે ચિંતીત ભારતીય તરીકે સવાલ પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ  સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દર વર્ષે બે કરોડ નોકરી સર્જનના વાયદા સાથે સત્ત્।ામાં  આવનારા મોદી સરકારે છ વર્ષમાં ૧૨ કરોડને નોકરી ના વચનનું શું થયું ? વૈશ્વિક મહામારી કોરોનાના સમથે  આયોજન વગર કરેલ લોકડાઉનને કારણે ચાર મહિનામાં ૧.૮૯ કરોડ ભારતીય યુવાનોએ નોકરી ગુમાવી.  સી.એમ.આઇ.ઇ.ના અહેવાલના આંકડા દ્યણાં ચોંકાવનારા છે. જેમાં ૩.૬૦ કરોડ બેરોજગાર યુવાનો જે ગ્રેજયુએટ, પોસ્ટ  ગ્રેજયુએટ, પી.એચ.ડી., એમ.બી.એ., એન્જીનીયરીંગ જેવી ઉચ્ચ લાયકાત ધરાવતાં છે તેમની પાસે રોજગાર નથી તેવા  યુવાનો નોકરી માંગી રહ્યાં છે.   

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના જન્મ દિવસને જયારે સોશ્યલ મીડીયામાં રાષ્ટ્રીય બેરોજગારી દિવસ ટ્રેન્ડ થઈ રહ્યું  છે ત્યારે ભાજપની નિયતમાં ખોટ છે અથવા અમલવારીમાં ખોટ છે. જેનો ભોગ ભારતના યુવાનો બની રહ્યાં છે. રેલ્વે  રિકુટમેન્ટ બોર્ડ ૧,૦૩,૭૬૯ નોકરી ગ્રુપ ડી માટે જાહેરાત આપી હતી. જેમાં ૧.૧૬ કરોડ યુવાનોએ અરજી કરી છે. ૫૦૦  કરોડ રૂપિયાથી વધુ એકઠા કર્યા છે. બીજી વખત ૪૬૪,૩૭૧ જગ્યા માટે રેલવે રિક્રટમેન્ટ બોર્ડએ અઢી વર્ષ પહેલાં  જાહેરાત આપી હતી, ૯ મહિના પહેલાં પરિણામ આવ્યું છે. ભયાનક આર્થિક મંદીનું સત્ય ૪૦ કરોડ હિન્દુસ્તાની ગરીબી  રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે. કેન્દ્ર સરકારે ૨૫૦૦ કરોડ રૂપિયા પરીક્ષા ફી પેટે દેશના યુવાનો પાસેથી વસુલ્યા.   

નેશનલ ક્રાઇમ બ્યુરોના ૨૦૧૯ના આંકડાઓ મુજબ ૧૦,૩૩૫ બેરોજગારી આર્થિક પરેશાનીથી આત્મહત્યા કરવા  મજબૂર બન્યાં છે. તેની પાછળનું કારણ પણ રોજગારી અને નોકરી છૂટી જવાનું આવ્યું છે. દેશમાં ૧૧૮ ખેડૂત,  ખેતમજૂર અને ૩૮ બેરોજગાર રોજ આત્મહત્યા કરે છે. તે ચિંતાનો વિષય છે. આમ છ વર્ષમાં મોદીજીના માત્ર વાયદા,  જુમલા, મન કી બાત, પેટ મેં રોટી નફીં, હાથ મે કામ નહીં, દ્યર મે આરામ નહીં જેવી સ્થિતિ છે, સરકાર ઊંદ્યી રહી છે,  ૮૦ લાખ નાગરિકોએ ઈ.પી.એફ.ઓ. માંથી ૩૪,૦૦૦ કરોડ કરતા વધુ નાણાં ઉપાડી લીધા. ગુજરાતમાંથી ૨૧૧૭ કરોડ  રૂપિયા ઉપાડવામાં આવ્યા.   

વર્ષ ૨૦૦૪માં બાજપાઈજીના શાસનકાળ દરમ્યાન ૩૮ ટકા ગરીબી દર હતો, ૧૦ વર્ષના દેશના પૂર્વ  વડાપ્રધાન મનમોહનસિંધ અને યુપીએના  ચેરપર્સન શ્રીમતિ સોનિઢ્યા ગાંધીના શાસનમાં ૨૦૧૪માં સરકાર છોડી ત્યારે  દેશમાં ગરીબી દર ૨૧.૯ ટકા હતો. એટલે કે ૧૮૬ ટકા ગરીબી નીચે આવી. ૧૪ કરોડ દેશના આવા ગરીબ ભાઇ બહેનો  ગરીબી રેખામાંથી મુકત થઇ ૪૦ કરોડ મધ્યમ વર્ગની સંખ્યા થઇ. કોંગ્રેસના ૧૦ વર્ષમાં ૧૬ કાર્યક્રમો ચલાવ્યાં હતાં.  ૧૨જ્રાક પંચવર્ષીય યોજનામાં ૧૫.૫ લાખ કરોડ રૂપિયા આ ગરીબી ઊન્મૂલન કાર્યક્રમમાં ખર્ચાયા હતાં. માત્ર મનરેગા  કાર્યક્રમમાં ૧૦૦ દિવસ કામ સુનિશ્ચિત થયું હતું.   

ભાજપ સરકારમાં સરકારી નોકરી - રોજગારના નામે ગુજરાતના યુવાનો સામે થયેલ છેતરપીંડી  અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. ભાજપ સરકાર ચાર વર્ષથી શિક્ષકોની ભરતી અટકાવી દીધી છે. ટેટ-ટાટ પાસ થયેલા ૫૦ હજાર જેટલી  યુવતીઓ શિક્ષક તરીકે નોકરીની તકની રાહ જોઈ રહ્યા છે. શિક્ષક વગરની શાળા, શાળા વગરનું  સરકારની નિતી રહી છે. ચાર વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી  ચિત્ર, ભાષા અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી.   

ગુજરાતની ભાજપ સરકાર ના અણઘડ વહિવટને પરિણામે ગુજરાતનો યુવાન બેરોજગાર બન્યો છે. રાજયમાં  ૫૦ લાખથી વધુ યુવાનો બેરોજગાર છે. ગુજરાતના ૨૩ જેટલા વિવિધ સરકારી વિભાગોની ભરતી પ્રક્રિયામાં પેપર  કુટવા, મેરીટમાં ગોલમાલ, પાછલા બારણે મળતીયાઓને ગોઠવવા, પરિણામમાં વિલંબ, વિસંગતતા અને  અન્યાયકર્તા પરિપત્ર, જેવા નિર્ણયોને કારણે ૩૮,૦૦૦થી વધુ ભરતી ખોરંભે ચઢી છે. ગુજરાતમાં બેરોજગારીની  સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના ૪.૫૦ લાખ શિક્ષિત  બેરોજગારો અને ન નોંધાયેલા હોય તેવા ૩૦ લાખ જેટલા બેરોજગાર યુવાનો ભાજપ સરકારની યુવાન વિરોધી  નિતીને કારણે નોકરીની રાહ જોઈ રહ્યા છે. રાજયની ભાજપ સરકાર ભરતી પ્રક્રિયાના નામે ૧૦૦ કરોડથી વધુ ઉદ્યરાવી  લીધા છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીના જન્મદીને ભાજપ સરકાર ગુજરાતના યુવાનોની અટકાવેલી ભરતી પ્રક્રિયા  તાત્કાલીક શરૂ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપે. તેમ પ્રવકતા ડો. મનિષ દોશીએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(2:34 pm IST)