Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોનાકાળમાં મેડિકલ ઓકિસજનના ભાવમાં ૨૯૪ ટકાનો વધારો : રૂ.૧૭ ના ૫૦ થી વધુ થયા

અમદાવાદ : કોરોનાની મહામારીમાં ઓકિસજનના ભાવ આસમાને પહોંચી ગયા છે. મજબૂરીમાં પણ ઓકિસજનના મોં માંગ્યા ભાવ ચુકવાઈ રહ્યા છે.

કોરોના કાળમાં મેડિકલ ઓકિસજનની વધતી માંગનો ફાયદો ઉઠાવવામાં કોઈ કસર બાકી નથી રખાઈ રહી. મેડિકલ ઓકિસજનના ભાવમાં ૨૯૪ ટકાનો વધારો વસૂલાઈ રહ્યો છે.

રૂ.૧૭ના ભાવે વેચાતો ઓકિસજન રૂ.૫૦ની સપાટીએ પહોંચી ગયો છે. ખાનગી હોસ્પિટલમાં પુરવઠો નહી મળવાનો ભય બતાવી મેડિકલ ઓકિસજન બ્લેકના ભાવમાં વેચાતો હોવાની પણ વાતો વહેતી થઈ છે.

(2:32 pm IST)
  • કોરોના રસી માટે ફાઈઝર કંપની મેદાન મારી જશે? : કોવિદ-૧૯ની વેકસીન તુરતમાં મળવાની સંભાવના વધી છેઃ ફાઈઝર કંપનીની વેકસીન ટ્રાયલ સૌથી આગળ દોડી સફળતા મેળવી રહ્યાના નિર્દેશ મળે છેઃ આ વેકસીન અસરકારક અને સલામત છે કે કેમ તે ઓકટોબર મહિનાના અંત પૂર્વે ખબર પડી જશે તેમ ફાયઝર કંપનીએ જણાવ્યું છેઃ જર્મનીની ''બાયો એન ટેક સે'' સાથે મળી ફાઈઝર આ વેકસીન બનાવી રહેલ છે access_time 4:06 pm IST

  • જામનગરની કોવિડ હોસ્પિટલ ની સામે જૂની હોસ્ટેલમાં આગ : ફાયરની ટીમ ઘટનાસ્થળે : વધુ વિગત મેળવાઈ રહી છે access_time 8:32 pm IST

  • ખાનગી શાળાના ફી ઘટાડા મુદ્દે રાજય સરકાર જાતે જ નિર્ણય લ્યે : કોર્ટે જાહેર હિતની અરજીનો કર્યો નિકાલ : શાળા સંચાલકો ફિકસ ફી ઘટાડવા તૈયાર : ખાનગી શાળામાં ફી ઘટાડવા મુદ્દે નામદાર કોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીનો નિકાલ કરતા જણાવ્યુ હતું કે, ફી ઘટાડા મુદ્દે સરકાર કોર્ટને મધ્યસ્થી ન બનાવે આ મુદ્દે સરકાર જાતે જ નિર્ણય લ્યે : શાળા સંચાલકો ફિકસ ફી ઘટાડવા તૈયાર થયા છે access_time 5:12 pm IST