Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભુપેન્દ્રસિંહની ચૂંટણી રદ્દ કરવાનો કેસ સત્વરે ચલાવવા માટે સુપ્રિમમાં અરજી

રાજકોટ, તા. ૧૮ : રાજયના શિક્ષણ અને કાયદામંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જયાંથી ૨૦૧૭માં લડેલા તે ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરવાનો કેસ સત્વરે ચલાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે સુપ્રિમ કોર્ટમાં ઓનલાઈન અરજી કર્યાનું જાણવા મળે છે. વર્તમાન વિધાનસભાની મુદ્દત પૂરી થવા આડે હવે સવા બે વર્ષ બાકી છે.

જે તે વખતે ધોળકા વિધાનસભાની ચૂંટણીની મત ગણતરીમાં નિયમ ભંગ થયાની ફરીયાદ અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં કરેલ. હાઈકોર્ટ આ કેસની વખતોવખતની સુનાવણી બાદ સમગ્ર ચૂંટણી રદ્દ કરતો હુકમ ગઈ તા.૧૨ મેએ કરેલ. જેનાથી ભુપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ રદ્દ થયેલ અને મંત્રીપદ જોખમમાં મૂકાયેલ. હાઈકોર્ટના હુકમ સામે ભુપેન્દ્રસિંહે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રિમે હાઈકોર્ટના હુકમ સામે સ્ટે. આપતા સ્થિતિ પુનઃ સ્થાપિત થઈ હતી. હાલ આ મામલો સુપ્રિમમાં પડતર છે. કોરોનાની પરિસ્થિતિ હોવાથી ખાસ જરૂરીયાતના કેસોની જ સુનાવણી થાય છે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડના જણાવ્યા મુજબ આ કેસ પણ સમય મર્યાદાવાળો જ ગણાય. આ કેસ શકય તેટલો ઝડપથી ચલાવવા માટે થોડા દિવસ પહેલા સુપ્રિમમાં વિનંતી કરતી અરજી કરેલ છે. શ્રી કપિલ સિબ્બલ સહિતના એડવોકેટ રોકાયેલ છે.

(3:42 pm IST)