Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મંડળી મારફત મગફળીની ખરીદીનો લાભ લેવા ખેડુતો ઓનલાઇન રજીસ્ટર કરાવી લ્યે

૨૦ ઓકટોબર પહેલા ડોકયુમેન્ટ જમા કરાવી દેવા સૌરાષ્ટ્ર ખેડુત હિતરક્ષક સમિતિની અપીલ

રાજકોટ તા. ૧૮ : ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાવવાની છે. ત્યારે આ લાભ લેવા ઇચ્છતા ખેડુતોએ તા. ૨૦ ઓકટોબર સુધીમાં જરૂરી ડોકયુમેન્ટસ જે તે મંડળીમાં જમા કરાવી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવા સૌરાષ્ટ્ર ખેડુત હિતરક્ષક સમિતિ રાજકોટના પ્રમુખ રામભાઇ ડોડીયાની યાદીમાં જણાવાયુ છે.

સેવા સહકારી મંડળીઓ તેમજ ખેતીનું ધિરાણ કરતી બેંકો મારફત તા. ૨૧ ઓકટોબરથી ખરીદી શરૂ કરાશે. પહેલા રાઉન્ડમાં ર૫% ખેડુતોની મગફળી લેવામાં આવશે. બીજા રાઉન્ડ ૨૫% પુરૂ થયા પછી ચાલુ કરાશે. જેથી ખેડુતોએ જે બેંક કે મંડળીમાં ધીરાણ લીધુ હોય ત્યાં આધાર કાર્ડની ઝેરોક્ષ, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝ ફોટો, મગફળીનું વાવેતર કર્યાનો તલાટી મંત્રીનો દાખલો, ૭/૧૨ તથા ૯ ની નકલ જોડીને ઓનલાઇન રજીસ્ટ્રેશન સમયસર કરાવી લેવા યાદીના અંતમાં અપીલ કરતા જણાવેલ છે.

(11:50 am IST)