Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વડોદરામાં અનોખો વિરોધ : ક્રિકેટ કીટ પહેરીને લોકોએ વાહન ચલાવ્યા

ખાડા વાળા રસ્તાથી અનહદ હાલાકી: સુરક્ષા માટે ક્રિકેટના ગ્લવ્ઝ, પેડ, થાઈગાર્ડ પહેરીને વાહન ચલાવ્યા

વડોદરા : નવા ટટ્રાફિક નિયમો સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે જોકે રાજ્ય સરકારે PUC અને હેલમેટના નિયમોમાં 15 ઓક્ટોબર સુધીની છૂટ આપી છે. જો આવી રીતે જ, ખાડાવાળા રસ્તાથી રાહત આપી દે તો સોનામાં સુગંધ ભળી જાય. વડોદરામાં ખાડા વાળા રસ્તાથી અનહદ હાલાકી પડી રહી છે. અને એટલા માટે જ લોકોએ ક્રિકેટ કીટ પહેરીને વાહન ચલાવીને વિરોધ કર્યો હતો.

   લોકોએ કહ્યું હતું કે સરકાર નવા નિયમોની અમલવારી માટે સુરક્ષાનો બહાનુ ધરે છે, પરંતુ આ ખાડા વાળા રસ્તાથી પ્રજાની સુરક્ષા કોણ કરશે ? તંત્ર તો મૂકબધિર અને મૂકપ્રેક્ષકની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે વિરોધ કરતા વડોદરાવાસીઓએ પોતાની જાત સુરક્ષા માટે ક્રિકેટના ગ્લવ્ઝ, પેડ, થાઈગાર્ડ પહેરીને વાહન ચલાવ્યા હતા અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

(10:44 pm IST)