Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરતમાં નવા ટ્રાફિક નિયમો-આકરા દંડની જોગવાઈ સામે કોંગ્રસના ધરણા :પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન

મંજુરી વગર મોટર વ્હીકલ એક્ટ સામે ધારણા પ્રદર્શન કરવા બેસેલ કોંગ્રેસીઓની અટકાયત

સુરત : કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટમાં લગાવવામાં આવેલા આકરા દંડના વિરોધમાં  સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો ચોકબજાર ગાંધી પ્રતિમા ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માટે કોંગ્રેસ દ્વારા મંજૂરી લેવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા ધારણામાં જોડાયેલા ૨૫ થી વધુ કોંગ્રેસીઓની અટકાયત કરાઈ હતી જેને ઉમરા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પણ કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ કરીને સ્ટેશનમાં નીચે સુઈ ગયા હતા.

મોટર વ્હીકલ એક્ટને લઈને કેન્દ્રએ કરેલા સુધારા બાદથી દેશભરમાં વિવિધ સ્થળોએ વિવિધ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જયારે ગુજરાત સરકાર દ્વારા આ આકરા દંડને ધ્યાને રાખીને દંડમાં રાહત આપવાની સાથે મુદ્દત પણ વધારવામાં આવી છે. જોકે શરૂઆતથી જ રાજકોટમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જયારે સુરતમાં શહેર કોંગ્રેસ દ્વારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

  સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ એક્ટના વિરોધમાં ચોક ગાંધીપ્રતિમા ખાતે ધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રતીક ધરણામાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો અને અગ્રણીઓ તેમજ યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ અને તમામ સેલના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. જેમાં પ્લેકાર્ડ અને ભાજપ સરકાર હાય હાયના નારા લાગવાવમાં આવ્યા હતા. જોકે કોંગ્રેસના આ કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસે તમામ ધારણા કરનારાઓની અટકાયત  કરી હતી. જેથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે તમામ અટકાયત કરવામાં આવેલાઓને ઉમરા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં પણ તેઓએ વિરોધ કર્યો હતો. અને પોલીસ સ્ટેશનમાં આડા સુઈ ગયા હતા. અને ભાજપ સરકારની વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

(10:34 pm IST)