Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે પહોંચી : ૨૩ દરવાજા ખોલાયા: ૪,૮૫,૭૫૦ ક્યુસેક પાણીનો આઉટફલો

ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૪૦ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫૩૩૫ મેગાવોટ વિજ ઉત્પાદન

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં  નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે સપાટી નોંધાઇ હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે નર્મદા ડેમમાં ૫,૧૭,૬૯૦ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨૩ દરવાજા ખોલી ૪,૮૫,૭૫૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો.

  તા. ૯ મી ઓગષ્ટએ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે  સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૪૦ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૫૩૩૫ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયું છે

(10:30 pm IST)