Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ખેરગામમાં સનાતન ધર્મના સમર્થનમાં વલસાડ અને નવસારી જિલ્લાના કથાકારોનું સંમેલન યોજાયું

સનાતન ધર્મના સંરક્ષણ માટે વિશદ ચર્ચાઓ કરાઈ

ખેરગામ : કથાકાર  પ્રફુલભાઈ શુક્લ ના નિવાસસ્થાને પૂ, શરદભાઈ વ્યાસની અધ્યક્ષતામાં વલસાડ અને નવસારી જિલ્લાના કથાકારોનું સંમેલન યોજાયું હતું. જેમાં તાજેતરના ચાલતા નીલકંઠ વર્ણી વિવાદને લઈને સનાતન ધર્મના સંરક્ષણ માટે વિશદ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કથાકારો પંકજભાઈ વ્યાસ, આશિષભાઈ વ્યાસ, વિજયભાઈ દવે,ભાવેશભાઈ દવે,ભાસ્કરભાઈ દવે , અનંતરાય જાની,મુકેશભાઈ જાની, મનોજભાઈ શુકલ ,ધ્રુમિલભાઈ જોષી, ,બીપીનભાઈ રાજ્યગુરુ, ઋષિકેશ ભટ્ટ,રઘુભાઈ રામાયણી, વિજયભાઈ દવે, ભાવેશ ભાઈ દવે,ઋષિ જોષી, હિતેશ દવે સહિત ૨૧ કથાકારો ઉપસ્થિત રહયા હતા.

 કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે ગણપતિ,માતાજી,વિષ્ણુ,શિવ અને સૂર્ય પંચદેવ પૂજાના પાયામાં સનાતન ધર્મ ઉભો છે જે સંપ્રદાયો અને વાળાથી પર છે .પૂ, મોરારી બાપુએ આના પર યોગ્ય સમયે સત્યાર્થ પ્રકાશ કર્યો છે. એને અમારું સંપૂર્ણ સમર્થન છે .

  અધ્યક્ષ સ્થાનેથી પૂ, શરદભાઈ વ્યાસે કહ્યું હતું કે સનાતન ધર્મ ના મૂળ સ્વરૂપ ભગવાન શંકર,ભગવાન રામ,ભગવાન કૃષ્ણ ,ભગવતી દુર્ગા આ ભગવાનોને  જે સમાજ માં સ્વીકારવામાં ના આવે એવા સમાજ સાથે અમે પ્રેમ કેવી રીતે કરી શકીએ  કારણ કે અમારા વડીલો ની અને સનાતન ની પરંપરા માં યુગો થી અમે આને પૂંજતા આવ્યા છીએ.આ સંમેલન નું  સંચાલન ક્રિષ્ન શુક્લ , કિશન દવે અને માક્ષિત રાજગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:18 pm IST)