Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભરૂચ નજીક લુંટારૂ ટોળકી દ્વારા હુમલો : ત્રણની હત્યા

ગ્લાસ કંપનીમાં ત્રાટકી છ ગાર્ડ પર હિંસક હુમલો : ૩ સિકયોરિટી ગાર્ડના મોત થયા : અન્ય ત્રણ સિકયોરિટી ગાર્ડને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદ, તા.૧૮ : ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી. ગ્લાસ પ્રાઇવેટ લિ. નામની બંધ પડેલી કંપનીમાં ૪૦ જેટલા લૂંટારા લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા અને ત્યાં ફરજ પર હાજર છ જેટલા સિકયોરીટી ગાર્ડ પર ખતરનાક જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા હતા, જયારે અન્ય ત્રણ સિકયોરીટી ગાર્ડને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ છે. ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે ૪૦ જેટલા લૂંટારૂઓ ઘુસી ગયા હતા અને છ જેટલા સિકયોરીટી ગાર્ડને બંધક બનાવીને માર માર્યો હતો. જેમાં બે સિકયોરીટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ચાર સિકયોરીટી ગાર્ડને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

             જ્યાં સારવાર દરમ્યાન વધુ એક સિકયોરીટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. હાલ ત્રણ સિકયોરીટી ગાર્ડ સારવાર હેઠળ છે, જે પૈકી બે સિકયોરીટી ગાર્ડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ મૃતકો તરસાલીના કોસંબાના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીવાયએસપી એ.એલ. ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ૪૦ જેટલા લોકો લૂંટના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. જો કે, પોલીસે આ મામલે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી અને સારવાર લઇ રહેલા સિકયોરીટી ગાર્ડના નિવેદન પણ લેવાની તજવીજ હાથ ધરી હતી.

હિંસક હુમલાથી ચકચાર

અમદાવાદ, તા.૧૮ :ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી. ગ્લાસ પ્રાઇવેટ લિ. નામની બંધ પડેલી કંપનીમાં ૪૦ જેટલા લૂંટારા લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા અને ત્યાં ફરજ પર હાજર છ જેટલા સિકયોરીટી ગાર્ડ પર ખતરનાક જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા હતા, જયારે અન્ય ત્રણ સિકયોરીટી ગાર્ડને ગંભીર ઇજા પહોંચી હતી.

મૃતકોના નામ

*        પીરાભાઇ ચેલાભાઇ રબારી

*        ગોવાભાઇ વિહાભાઇ રબારી

*        દેવાભાઇ રામાભાઇ રબારી

ઇજાગ્રસ્તોના નામ

*        ઇશ્વરભાઇ ગોવાભાઇ રબારી

*        મફાભાઇ ચેલાભાઇ રબારી

*        જનાધન રોય

(10:05 pm IST)