Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગ્રામ પંચાયત વિકાસ આયોજનના સંદર્ભમાં શંખેશ્વરમા તાલુકા કક્ષાનો સેમિનાર યોજાયો

પાટણ : ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કામ કરતા તાલુકા કક્ષાના તમામ સરપંચો તથા સરકારી અધિકારીઓ સાથે જ ગ્રામીણ વિકાસ ના એક અભિન્ન અંગ ગણાતા ગ્રામ પંચાયત વિકાસ આયોજન GPDP બાબતે શંખેશ્વર તાલુકા પંચાયત દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો

પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખના માર્ગદર્શનમાં પાટણ જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર પરમાર અને જિલ્લા આંકડા મદદનીશ  ડી.ડી ચૌધરીની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત શંખેશ્વર દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજન અંગે તલાટીમંત્રી અને સરપંચ ઓ તથા તમામ વિભાગ ના પ્રથમ હરોળના સરકારી કર્મચારીઓ સાથે એક દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું

  આ કાર્યક્રમની શરૂઆત કરતાં શંખેશ્વરના તાલુકા વિકાસ અધિકારી કલ્પનાબેન ચૌધરીએ આજની આ કાર્યશાળા નો હેતુ સમજાવી કાર્યક્રમની શરૂઆત કરેલ ત્યારબાદ પરમાર  દ્વારા gpdp ની શરૂઆત જરૂરિયાત અને ગ્રામ્ય કક્ષાએ gpdp નું મહત્વ સમજાવેલ ત્યારબાદ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મેહતા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ  ને સારૂ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં  થયેલા  અનુભવોની  વિગતવાર  માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

   જયરામભાઈ રબારી દ્વારા કાર્યશાળામાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન માં સરપંચ અને તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત વિકાસ આયોજન ની પ્રક્રિયા ની  વિસ્તૃત  માહિતી આપવામાં આવી હતી. આ કાર્યશાળામાં બોલેરા ગામ ના સરપંચ મેઘાભાઈ નાડોદા દ્વારા પોતાના ગામ મા ગત વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશન ના  માર્ગદર્શનથી  ગ્રામ પંચાયત દ્વારા  gpdp બનાવવા માટેની કરેલી પ્રક્રિયા વિષે સમજાવેલ તેમજ  gpdp  બનાવ્યા બાદ  તેના કારણે થતાં ફાયદાઓની ચર્ચા કરી જીપીડીપી ના અનુભવો નું આદાન પ્રદાન કર્યું હતુ.

  શંખેશ્વર માં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશનના ટિમ મેમ્બર વ્રજલાલ ભાઈ રાજગોર દ્વારા જણાવેલ કે શંખેશ્વર તાલુકામાં કોઈપણ ગ્રામ પંચાયતને પોતાના ગામમાં સારું gpdp બનાવવું હોય તો રિલાયન્સ ફાઉન્ડેશન આ કામ મા પુરતો સહયોગ કરશે તેમજ ગ્રામીણ વિકાસના અન્ય કામોમાં પણ રીલાયન્સ ફાઉન્ડેશન માહિતી અને માર્ગદર્શન દ્વારા સમસ્યા નિવારણ અને ગ્રામ વિકાસ માટે હંમેશા કાર્યરત છે

  કાર્ય શાળા માં તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી ,વિસ્તરણ અધિકારી ,પંચાયત વિસ્તરણ અધિકારી ખેતીવાડી તેમજ શિક્ષણ અધિકારી સાથે રીલાયન્સ ફાઉન્ડેશન ના વિમલભાઈ ચૌધરી અને 23 સરપંચ 13 તલાટી 41 ફ્રન્ટલાઈન વર્કર મળી કુલ 80 લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ કરેલ,હતું

વર્ષાબેન મહેતા ની યાદીમાં જણાવેલ કે આગામી દસ દિવસમાં આખા પાટણ જિલ્લાના દરેક તાલુકામાં આ પ્રકારે જાગૃતિ લક્ષી સેમિનારનું આયોજન કરી પાટણ જિલ્લાના વિકાસમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ પોતાનું યોગદાન આપશે,

(9:45 pm IST)
  • બીએસએનએલના યુનિયનોની ચૂંટણીમાં મત ગણત્રી ચાલુઃ ગુજરાતના ૧૮ જીલ્લામાં ૯માં એનએફટીઈ યુનિયનનો વિજયઃ ગુજરાતમાં ગણત્રી પુરી, હજુ દેશભરમાંથી રીઝલ્ટ આવ્યા બાદ ફાઈનલ ચિત્ર સાંજે જાહેર થશે access_time 3:58 pm IST

  • લ્યો બોલો.... ખાતામાં ભુલથી ૪૦ લાખ આવી ગયા : પતિ - પત્નિએ વાપરી નાખ્યાઃ આખરે જેલ : તિરૂપુરની ઘટના એક પતિ - પત્નિના ખાતામાં ભુલથી ૪૦ લાખ જમા થઇ જતા તેઓએ આ રકમ વાપરી નાખીઃ કોર્ટે પતિ - પત્નિને ૩ વર્ષની જેલ ફટકારી : ૨૦૧૨નો જે કેસ આ રકમમાંથી દંપતિએ પ્રોપટી ખરીદી અને પુત્રીના લગ્ન પણ કરી નાખ્યાઃ કેસ ચાલી જતા કોર્ટે સજા ફટકારીઃ પતિ - પત્નિ ૪૦૩ અને ૧૨૦ બી હેઠળ કાર્યવાહી થઇ access_time 3:54 pm IST

  • પશ્ચિમ મહારાષ્ટ્રના શહેરો-ઘાટ ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી : નાસિક-પૂણે-ઓરંગાબાદ સહિતના પશ્યિમ મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જયારે માથેરાન-લોનાવાલા-માલસેજ અને મહાબળેશ્વર જેવા ઘાટ ઉપર આવેલા પ્રવાસન સ્થળોએ અતિભારે વરસાદની આગાહી થઈ છે access_time 11:38 am IST