Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે નમામિ દેવી નર્મદે કાર્યક્રમ યોજાયો રિલાયન્સ ફાઉન્ડેશનઅને તાલુકા પંચાયતનો સહયોગથી આયોજન : તળાવ સુધી રેલી યોજાઈ : વૃક્ષારોપણ કાર્યક્રમ

શંખેશ્વર : ગ્રામીણ વિકાસના અભિગમ સાથે  ભારત સરકારની વિવિધ  યોજનાઓ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં  વિકાસલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે  પાટણ જિલ્લો પણ સરકારની  વિવિધ યોજનાઓથી  વિકાસની ગતિ પકડી રહ્યો છે  શંખેશ્વર તાલુકાના લોલાડા ગામમાં  નમામિ દેવી નર્મદે  કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ પરંપરાઓને  જીવંત રાખવા માટે  ગ્રામ પંચાયતથી  ગામના મુખ્ય તળાવ સુધી  રેલીનું આયોજન કરેલ ગામમાં પાણીનો મુખ્ય સ્રોત ગણાતાં લોલાડા ગામના તળાવમાં માં નર્મદા ના વધામણા કરી જળ દેવતાની પૂજા તેમજ મહાઆરતી કરવામાં આવી જળ બચાવો અભિયાનને સાર્થક કરવા તેમજ સ્વચ્છતા હી સેવાકાર્યક્રમને ધ્યાનમાં રાખી જળ બચાવવા માટે  અને  ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના  વ્રજલાલ રાજગોર દ્વારા  લોકોને  ખૂબ સુંદર અને ઉપયોગી માહિતી સાથે સહકારથી ગામડાઓનો વિકાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડી. ગામને  સ્વચ્છ અને સુંદર બનાવવા,સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને  પાણી બચાવવા માટે ઉપસ્થિત  ગ્રામજનોએ શપથગ્રહણ કર્યા હતા  ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલા  તમામ  અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ  ગામ પંચાયત સાથે મળી  ગામલોકો  ની મદદથી તળાવની આસપાસ નો પ્લાસ્ટિક કચરો  એકત્રિત કર્યો. કાર્યક્રમને આગળ વધારતા પ્રાથમિક શાળાની બાળાઓ અને  ગામની બહેનો દ્વારા  રાસ ગરબા કરી  હર્ષોલ્લાસ ની  લાગણી વ્યક્ત કરી. આ સમયે  લોલાડા ગામની હાઈસ્કૂલ ના પ્રાંગણમાં  વૃક્ષારોપણ કરી લોલાડા ગામ ને ક્લીન કરવાની સાથે સાથે ગ્રીન કરવાનો પણ  અભિગમ અપનાવેલ

સમગ્ર કાર્યક્રમનું  આયોજન  શંખેશ્વર તાલુકા પંચાયતના સહયોગથી  લોલાડા ગામ પંચાયત  દ્વારા કરવામાં આવેલ જેમાં જિલ્લા પંચાયત પાટણ નો પણ મહત્વનો ફાળો રહેલ આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય  ઠાકોર પાર્વતીબેન પ્રમુખશ્રી તાલુકા પંચાયત રથવી ભીખીબેન રાજુભાઈ જિલ્લા આંકડા અધિકારી બાબુભાઈ તાલુકા વિકાસ અધિકારી  કલ્પનાબેન ચૌધરી લોલાડા સરપંચ ઠાકોર ધનાજી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વણકર ચેલાભાઈ તાલુકા પંચાયત ના સદસ્ય ઠાકોર જામાજી ઉપ પ્રમુખ તાલુકા પંચાયત ઠાકોર રતુજી મંત્રી જિલ્લા ભાજપના ખેર હરિભાઈ પ્રમુખ યુવા ભાજપ રથવી અજીતભાઈ ઉપપ્રમુખ તાલુકા ભાજપ સિંધવ રતુભાઈ તલાટી કમ મંત્રી મનિષપુરી ગોસ્વામી સરપંચ મોટીચંદુર વાઘેલા શિવજી સરપંચ જેસડા વણકર ભગવાનભાઈ સરપંચ સીપુર ઠાકોર ભરતભાઈ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અતુલભાઇ નરેગા વિભાગના વિરલભાઇ  સ્વચ્છ ભારત મિશન માંથી આશાબેન  મિશન મંગલમ ના  કરસનભાઈ સીપુર ગામના તલાટી સંજયભાઈ  મેમણા ગામ ના તલાટી મેહુલભાઈ લોલાડા ઉપ સરપંચ બહાદુરસિંહ ગ્રામ સેવક  કીર્તન ભાઈ  અને મહિપત જાની તેમજ લોલાડા ગામ પંચાયતના તમામ સભ્યો લોલાડા ગામની હાઇસ્કુલ ના આચાર્ય શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ ગામની બહેનો સાથે આ કાર્યક્રમમાં  ગ્રામજનોએ  મોટી સંખ્યામાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવેલ હતો

(9:23 pm IST)
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું જળસ્ત્રોત્ર પર અતિક્રમણને અપરાધ ગણાશે : કમલનાથે મંત્રાલયમાં પાણીના અધિકાર કેટ માટે બનેલી જળ તજજ્ઞોની સમિતિના સભ્યો સાથે બેઠક યોજી : બેઠકમાં કમલનાથે કહ્યું કે રાજ્યમાં નદીઓ,તળાવો,અને અન્ય જળસ્રોત પર તમામ અતિક્રમણને સખ્તાઈથી હટાવાશે access_time 1:10 am IST

  • રેલ્વે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસઃ દેશમાં ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇઃ મહત્વના નિર્ણયો લેવાયાઃ રેલ્વે કર્મચારીઓને સતત ૬ઠ્ઠા વર્ષે ૭૮ દિવસના બોનસની જાહેરાતઃ ૧૧ લાખ કર્મચારીઓને ફાયદોઃ કેબિનેટે ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકયોઃ ઇ-સિગારેટના ખરીદ, વેચાણ, વિજ્ઞાપન ઉપર પ્રતિબંધઃ ઇ-સિગારેટની લત હાનિકારક હોવાથી પ્રતિબંધ ફરમાવાયો access_time 3:59 pm IST

  • પ્રજાના ખિસ્સા ખંખેરવાનું બંધ કરો : જનતા હવે સરકારને સવાલો કરતી થઈ : પરેશ ધાનાણીની સટાસટી : વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ સરકાર ઉપર આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે, સરકાર અલગ અલગ ટેકસ ઝીંકી લોકો પાસેથી કોઈપણ રીતે ટેક્ષ વસૂલ કરે છે : નવા મોટર વ્હીકલ એકટ અંગે શ્રી ધાનાણીએ કહ્યુ કે પહેલા માર્ગો ઉપરના રસ્તાનું સમારકામ કરાવો, એસટીની વ્યવસ્થા સારી કરો, શહેરોમાં ચોકે ચોકે આવેલ સિગ્નલોન ચાલુ કરાવો : સરકારી વાહનોનો દૂરૂપયોગ બંધ કરાવો : આજે લોકોને વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે : સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે : ટ્રાફીકના નવા આકરા નિયમોનો અમલ કરતા પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગઈ છે : પ્રજાના બજેટ વેરવિખેર થઈ ગયા છે : હવે રાજયની જનતા પણ સરકારને સવાલ પૂછતી થઈ ગઈ છે access_time 3:57 pm IST