Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા લોકોને મોટી રાહત :નવા ટ્રાફિક નિયમો અમલની મુદતમાં એક મહિનાઓ વધારો કરાયો

હવે ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો ૧૫ ઓક્ટોબરથી લાગુ પડશે:ટુ-વ્હીલર ડિલરોએ ગ્રાહકોને વાહન વેચવાની સાથે ફરજિયાત ફ્રીમાં આઈએસઆઈ ગુણવત્તાવાળું હેલ્મેટ આપવાનું રહેશે

અમદાવાદ ; મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં નાગરિકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે  મોટી રાહત આપી છે. રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં આશરે એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ નિયમ તારીખ ૧૬ સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યો હતો જે હવે આગામી ૧૫ ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યો છે

   . ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમોનાં અમલની તારીખ લંબાવવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. પ્રજાનો પડઘો પ્રજાવત્સલ પ્રધાનસેવક સાંભળ્યો છે એમ કહેવામાં પણ ખોટું નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં હેલ્મેટ અને પુયીસી અંગે નવા નિયમની અમલવારીમાં ૧૫ ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકોને નવા ટ્રાફિક નિયમોનું અમલ કરવા માટે તકલીફ ન વેઠવી પડે તે માટે સંવેદનશીલ રૂપાણી સરકાર પ્રયત્નશીલ છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેબિનેટ બેઠકમાં લીધેલા નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યના તમામ ટુ-વ્હીલર ડિલરોએ વાહન વેચવાની સાથેસાથે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર ફરજિયાત ફ્રીમાં આઈએસઆઈ ગુણવત્તાવાળું હેલ્મેટ આપવાનું રહેશે. આ માટે તેઓ કોઈપણ વધારાનો ચાર્જ નહીં લઈ શકે. આ પ્રકારનો ઐતિહાસિક નિર્ણય લઈ લોકોની શાંતિ-સુરક્ષાનો વિચાર-ચિંતા કરી લોકહિતમાં નિર્ણય લેનાર સંવેદનશીલ રૂપાણી સરકાર કદાચ દેશની પ્રથમ સરકાર હશે. ગુજરાતનાં કરોડો લોકોની સગવડતા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નવા ટ્રાફિક નિયમોની મુદત ૧ મહિના સુધી વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે. નવા ટ્રાફિક નિયમોનાં અમલમાં વાહનચાલકોને પડતી સમસ્યાને સ્વયંની સમસ્યા સમજી વિજયભાઈ રૂપાણીએ હાલ એક મહિનાની રાહત આપી છે. મુખ્યમંત્રીનાં આ નિર્ણયથી હેલ્મેટ અને પીયુસીમાં થતી કાળાબજારી અટકશે તેમજ વાહનચાલકોને પણ નવા ટ્રાફિક નિયમનાં અમલ માટે સજ્જ થવા પૂરતો સમય મળી રહેશે.

(8:43 pm IST)
  • લ્યો બોલો.... ખાતામાં ભુલથી ૪૦ લાખ આવી ગયા : પતિ - પત્નિએ વાપરી નાખ્યાઃ આખરે જેલ : તિરૂપુરની ઘટના એક પતિ - પત્નિના ખાતામાં ભુલથી ૪૦ લાખ જમા થઇ જતા તેઓએ આ રકમ વાપરી નાખીઃ કોર્ટે પતિ - પત્નિને ૩ વર્ષની જેલ ફટકારી : ૨૦૧૨નો જે કેસ આ રકમમાંથી દંપતિએ પ્રોપટી ખરીદી અને પુત્રીના લગ્ન પણ કરી નાખ્યાઃ કેસ ચાલી જતા કોર્ટે સજા ફટકારીઃ પતિ - પત્નિ ૪૦૩ અને ૧૨૦ બી હેઠળ કાર્યવાહી થઇ access_time 3:54 pm IST

  • પ્રજાના ખિસ્સા ખંખેરવાનું બંધ કરો : જનતા હવે સરકારને સવાલો કરતી થઈ : પરેશ ધાનાણીની સટાસટી : વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ સરકાર ઉપર આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે, સરકાર અલગ અલગ ટેકસ ઝીંકી લોકો પાસેથી કોઈપણ રીતે ટેક્ષ વસૂલ કરે છે : નવા મોટર વ્હીકલ એકટ અંગે શ્રી ધાનાણીએ કહ્યુ કે પહેલા માર્ગો ઉપરના રસ્તાનું સમારકામ કરાવો, એસટીની વ્યવસ્થા સારી કરો, શહેરોમાં ચોકે ચોકે આવેલ સિગ્નલોન ચાલુ કરાવો : સરકારી વાહનોનો દૂરૂપયોગ બંધ કરાવો : આજે લોકોને વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે : સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે : ટ્રાફીકના નવા આકરા નિયમોનો અમલ કરતા પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગઈ છે : પ્રજાના બજેટ વેરવિખેર થઈ ગયા છે : હવે રાજયની જનતા પણ સરકારને સવાલ પૂછતી થઈ ગઈ છે access_time 3:57 pm IST

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું જળસ્ત્રોત્ર પર અતિક્રમણને અપરાધ ગણાશે : કમલનાથે મંત્રાલયમાં પાણીના અધિકાર કેટ માટે બનેલી જળ તજજ્ઞોની સમિતિના સભ્યો સાથે બેઠક યોજી : બેઠકમાં કમલનાથે કહ્યું કે રાજ્યમાં નદીઓ,તળાવો,અને અન્ય જળસ્રોત પર તમામ અતિક્રમણને સખ્તાઈથી હટાવાશે access_time 1:10 am IST