Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાજયમાં જે નાગરીકો આજથી ટુ વ્હીલર ખરીદશે તેને વિક્રેતાઓ દ્વારા આઇ.એસ.આઇ. માર્કાનું હેલ્મેટ વિનામૂલ્યે આપવાનું રહેશેઃ વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણયો જાહેર કર્યાઃ મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીના વાહનોના વીમા સંદર્ભે કરાયેલ આક્ષેપો પાયાવિહોણાઃ કોઇ પણ પદાધિકારી કે અધિકારી હોય તેણે ટ્રાફીકના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશેઃ કાયદો કાયદાનું કામ કરશે જઃ

વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે રાજયમાં આજથી જે નાગરીકો નવુ ટુ વ્હીલર ખરીદશે તેને વાહન વિક્રેતાઓ દ્વારા આઇ.એસ.આઇ. માર્કાનું હેલ્મેટ વિના મૂલ્યે ફરજીયાત આપવાનું રહેશે.

માન.મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યુ કે, આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ઉમેર્યુ કે, રાજય સરકાર દ્વારા ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જે સંદર્ભે નાગરીકોને પડતી હાલાકી અને તેમની રજૂઆતોને ધ્યાને લઇને આ નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી છે. રાજયમાં વાહન ચાલકોને સરળતાથી પી.યુ.સી. મળી રહે તે માટે આગામી સમયમાં રાજયમાં ૯૦૦ થી વધુ પી.યુ.સી. સેન્ટરો નવા ખોલવામાં આવશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા કરી દિન-૧૦માં સત્વરે શરૂ થઇ જશે. પી.યુ.સી.છુટછાટની મુદ્ત ૧૫મી ઓકટોબર-૨૦૧૯ સુધી લંબાવવામાં આવે છે.

માન. મંત્રીશ્રી ફળદુએ કહ્યું હતું કે, નાગરીકોને હેલ્મેટની ખરીદીમાં પડતી હાલાકી તથા રાજયમાં પુરતા પ્રમાણમાં હેલ્મેટ ન હોઇ તેને ધ્યાને લઇને નાગરીકો હેલ્મેટ ખરીદી શકે તે માટે આગામી ૧૫મી ઓકટોબર-૨૦૧૯ સુધી નાગરીકો ટુ વ્હીલર ઉપર નહી પહેરે તો તેઓની સામે કોઇ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.

માન.મંત્રીશ્રી ફળદુએ કહ્યું કે, કેટલાક તત્વો દ્વારા સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વાહનોના વીમા સંદર્ભે જે સમાચારો વહેતા કરાયા છે તે પાયાવિહોણા છે. તમામ વાહનો રજીસ્ટ્રેશન તથા વીમીત છે. તેથી વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી જેવા વ્યકિતઓ સામે આવા આક્ષેપો કરવા અત્યંત નિંદનીય અને દુઃખદ છે. આ માટે તેઓએ પુરતી ચકાસણી કરી લેવી જરૂરી છે. આવી ગેરલાયક અફવાઓ ફેલાવવા જે પ્રયાસો કર્યા છે તે સંદર્ભે કડકમાં કડક કાર્યવાહી કરવા રાજયના ગૃહ વિભાગને સૂચના આપવામાં આવી છે.

ટ્રાફીકના ચુસ્ત નિયમોનું દરેક વ્યકિતએ પાલન કરવું જરૂરી છે. ભલે તે પદાધિકારી હોય કે અધિકારી, કર્મચારી હોય કાયદો કાયદાનું કામ કરશે જ. જે લોકો ટ્રાફીકના નિયમનો ભંગ કરશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચુસ્તપણે કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

(7:52 pm IST)
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું જળસ્ત્રોત્ર પર અતિક્રમણને અપરાધ ગણાશે : કમલનાથે મંત્રાલયમાં પાણીના અધિકાર કેટ માટે બનેલી જળ તજજ્ઞોની સમિતિના સભ્યો સાથે બેઠક યોજી : બેઠકમાં કમલનાથે કહ્યું કે રાજ્યમાં નદીઓ,તળાવો,અને અન્ય જળસ્રોત પર તમામ અતિક્રમણને સખ્તાઈથી હટાવાશે access_time 1:10 am IST

  • લાકડીયા રેલ્વે ફાટક પાસે 16 ગાયો આવી જતા 13ના મોત: ત્રણ ઘાયલ : ઘાયલને ભચાઉ પશુ કેન્દ્દ માં સારવાર મોકલાયા access_time 11:08 pm IST

  • કાલથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસશેઃ દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ શકયતા : આવતીકાલથી ત્રણ-ચાર દિવસ વરસાદી એકટીવીટી ફરી શરૂ થશેઃ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છુટો છવાયો હળવા ઝાપટાથી મધ્યમ વરસી જાયઃ દક્ષિણ ગુજરાતમાં જોર વધુ જોવા મળશેઃ આવતા અઠવાડીયે વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવી રહયાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે. access_time 11:39 am IST