Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરતના લીબાયતમાં 12 વર્ષીય બાળકીને 38 વર્ષીય બિહારી નરાધમે હવસનો શિકાર બનાવી: ગર્ભવતી બનાવતા હવસખોરને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો

સુરત: શહેરના લિંબાયતમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી સગર્ભા બનાવનાર 38 વર્ષના બિહારી યુવાનની ધરપકડ કરાઇ છે. તપાસ દરમિયાન બાળકી સાથે કેળાની લારી ચલાવતા શખ્સે પણ બે વર્ષ પહેલા દુષ્કર્મ કર્યાનું બહાર આવતા તેની વિરુધ્ધ પણ ગુનો નોંધાયો છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દસ દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકીના શરીરમાં અણધાર્યા ફેરફારને પગલે તેની માતાએ પૂછપરછ કરતા બાળકીએ કેળાની લારીવાળા યુવાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો ખુલાસો થયો હતો. આથી લિંબાયત પોલીસે કેળાની લારીવાળા યુવાન વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.

(5:39 pm IST)