Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરત-કડોદરા હાઇવે પર ખેતરોમાં પરવાનગી વગર ગેરકાયદે ટ્રાન્સપોર્ટ પતરાનું ગોડાઉન ઉભું થયું: ગ્રામજનોમાં દુર્ઘટનાનો ભય જોવા મળ્યો

સુરત:સિટીના સીમાડે આવેલા કુંભારીયાસાબરગામઅંત્રોલીનિયોલવાંકાનેડા ગામના ખેતરોમાં પરવાનગી વગરના પતરાના ટ્રાન્સપોર્ટ ગોડાઉનોનું જંગલ ઉભું થઇ રહયું છે. ફાયર સેફટી વગરના આ ગેરકાયદે ગોડાઉનોને લીધે તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટનોનો ભય સેવાય રહયો છે. સાથોસાથ ભારે વાહનોની અવરજવરને લીધે ગ્રામજનોના માથે જીવલેણ અકસ્માતોનું જોખમ ઉભું થયું છે.

તાજેતરમાં ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટી વગર જ હાઇવે પર બંને તરફ આવેલા ખેતરોમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનોનું જંગલ ઉભું થઇ રહયું છે. ટ્રાફિક સમસ્યાને લીધે સિટીમાંથી ટ્રાન્સપોર્ટ ગોડાઉનો દુર કરાયા હતા. સિટીમાં ટ્રાફિક સમસ્યા હળવી બની છે પણ હવે સીમાડાના ગામ લોકો માટે ટ્રાફિક સમસ્યા સાથે અકસ્માતોનું જોખમ ઉભું થયું છે.

(5:38 pm IST)