Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગાંધીનગર નજીક સરગાસણમાં ઉભરાતી ગટરોની સમસ્યા: ગ્રામજનોમાં સ્વાસ્થ્યને લઈને ભય જોવા મળ્યો

ગાંધીનગર: શહેર નજીક આવેલાં  સરગાસણ ગામમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાઇ રહી છે. સતત ઉભરાતી ગટરોના કારણે ગ્રામજનો પણ હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે લોકોને  અવર જવરમાં ગંદકીનો તેમજ દુર્ગંધ યુક્ત પાણીનો સામનો કરીને પસાર થવું પડે છે. જેથી ગ્રામજનોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઇ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાટનગર નજીક આવેલા સરગાસણ ગામમાં  અવાર નવાર ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે. વારંવાર આ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે ગ્રામજનો પણ ત્રસ્ત થઇ ગયા છે. તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવતાં છેલ્લા ઘણા સમયથી ગામમાં આવેલાં સ્મશાનની પાસે આવેલા વિસ્તારમાં ગટરના ગંદા પાણી લીકેજ થવાના કારણે ઉભરાઇ રહ્યાં છે. ત્યારે આ માર્ગ ઉપર શાળામાં અભ્યાસ અર્થે જતાં બાળકો તેમજ ગ્રામજનોને અવર જવર કરવી પડે છે. 

(5:38 pm IST)