Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમદાવાદ: દારૂના નશામાં એએમટીએસ બસ હંકારનાર ડ્રાઈવરને પોલીસે રંગે હાથે ઝડપ્યો: ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરાઈ

અમદાવાદ: શહેરના ઘુમામાં ચિકાકર દારૃ પીને એએમટીએસ બસ હંકારતા ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી હતી. બસમાંથી પોલીસે તેને ઉતાર્યો ત્યારે પણ તે લથડિયા ખાતો બકવાસ કરી રહ્યો હતો. બોપલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બોપલ પોલીસ પીસીઆર વાનમાં બોપલ વિસ્તારમાર્પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ઘુમા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે પુરઝડપે એએમટીએસ બસને પસાર થતી જોઈ હતી. ડ્રાઈવર બસને આડીઅવળી ચલાવતો હોવાથી રાહદારીઓને અકસ્માત થવાની શક્યતા હતી. આથી પોલીસે બસને ખુલ્લી જગ્યામાં ઉભી રખાવી હતી. બસના ડ્રાઈવરને નીચે ઉતારી તપાસ કરાતા તેના મોંઢામાંથી દારૃની તીવ્ર વાસ આવતી હતી. બમાંથી ઉતર્યા બાદ પણ તે લથડીયા ખાઈ રહ્યો હતો અને બકવાસ કરી રહ્યો હતો.

(5:36 pm IST)