Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નવ ટ્રાફિક નિયમો સામે વડોદરાના મેયર નારાજઃ દંડ લોકોને પોશાય તેવા હોવા જોઈએ : ડો.જિગીષાબેન

ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકાર દંડની જોગવાઈ સામે ભાજપાના જ આગેવાનો ખફા

વડોદરાઃ વડોદરા મેરેથોન કમિટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજર વડોદરાના મહિલા મેયર ડો.જિગીષાબેન શેઠ દ્વારા ભાજપાના આગેવાનો અને સાંસદની હાજરીમાં કરાયેલા નિવેદનથી આશ્યર્ય થયુ હતું.

જિગીષાબેને આ કાર્યક્રમમાં વડોદરાને પ્લાસ્ટિક મુકત કરવા માટે કાલથી પ્લાસ્ટિકનો યુઝ કરતા લોકો સામે કાર્યવાહી કરવા એક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં દંડની જોગવાઇ અંગે પ્રતિક્રિયા આપતા તેઓએ કહ્યું હતું કે અમે લોકોને પરવડે તેવા જ દંડ રાખીશું. અમે એટલા બધા દંડ નથી રાખવાના કે લોકોને પોશાય નહી'

ઉલ્લેખનિય છે કે  ટ્રાફિકના નવા નિયમો મુજબ આકરા દંડ ઉઘરાણીની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ભાજપ શાષીત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનું આ પ્રકારનું નિવેદન એ વાત તરફ ઇશારો કરે છે કે કેન્દ્રની ભાજપા સરકાર દ્વાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડમાં કરાયેલા ફેરફાર સામે ભાજપાના આગેવાનો જ નારાજ છે.

(3:09 pm IST)