Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગુજરાતમાં વરસાદના વિરામ વચ્ચે ર ઇંચ સુધીનો વરસાદ

ઉકાઇ ડેમની જળસપાટી ૩૪ર ફુટને પાર હજુ પાણી છોડવાનું ચાલુ

વાપી તા.૧૮ : રાજયના મોટે ભાગના વિસ્તારોમાં મેઘરાજાના વિરામ વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૬ જીલ્લાના માત્ર ૧૬ તાલુકાઓમાં પ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૭ર કલાકથી મેઘરાજા નરમ પડતા રાજયમાં વરસાદની માત્રા ઘટી રહી છે. એટલે આ સિઝનમાં મેઘરાજાની વિદાય થઇ હોય એવુ લાગે પરંતુ હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી અઠવાડીયામાં ભારે વરસાદની સંભાવના છે.

ઉકાઇ ડેમની રૂલ લેવલ સપાટી વધતા હવે જળ સપાટી અનુસાર વધુ પાણીનો સંગ્રહ થઇ શકશે. આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૪ર.૧૩ ફુટે પહોંચી છે. ડેમમાં ૧,૧ર,૦૩૯ કયુસેક પાણીના ઇનફલો સામે પ૯,પપ૭ કયુસેક પાણી હજુ પણ છોડાઇ રહ્યું છે.

પાણી છોડતા કોઝવેની જળસપાટી સતત વધીને ૭.૧પ મીટરે પહોંચી છે. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં માત્ર ૧૬ તાલુકામાંજ વરસાદ નોંધાયો છે.

જેમાં નોંધનીય વરસાદ ધરમપુર પ૧ મી.મી. ઉમરગામ ૩૬ મી.મી. ખેરગામ ર૬ મી.મી. વધઇ ૧૭ મી.મી. વાલોળ ૧૬ મી.મી. કપરાડા અને પારડી ૧૪-૧૪ મી.મી. ચીખલી ૧ર મી.મી. અને સુધીર ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહ્યું છે. ત્યારે એટલે કે સવારે ૯-૩૦ કલાકે છોટાઉદેપુર જીલ્લામાં મેઘરાજા મેહમાન બન્યા હોવાની માહિતી સોપડે છે.

(1:14 pm IST)