Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

આજે સાંજે ૪ કલાકે

SGVP ગુરુકુલના ૧૬૦૦ વિદ્યાર્થીઓ નમામિ દેવિ નર્મદે ની આકૃતિ રચી નર્મદા નદીના વધામણા કરશે

અમદાવાદ:  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનો ડેમ પ્રથમ વાર પૂર્ણ કક્ષાએ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે ત્યારે આજે ભારતના ગૌરવવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાના ૬૯મા જન્મ દિવસે જાતે નર્મદા નદીનું પંચોપચાર પૂજન સાથે આરતિ ઉતારી પૂજન કરશે ત્યારે આજે સાંજે ૪ કલાકે, SGVP સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલના ૧૬૦૦ વિદ્યાર્થીઓ નમામિ દેવિ નર્મદે આકૃતિની સાંકળ રચી, વૈદિક મંત્રગાન સાથે વધામણા કરશે.

અને આજે ૫:૦૦ કલાકે SGVP ઇન્ટનેશનલ સ્કુલના બાળકો દ્વારા ૨૨ ફુટના ચંદ્રયાન દ્વારા ચન્દ્રયાન-૨ મિશનની આછી ઝલક બતાવશે. જ્ચારે કોઇ સ્પેસ શટલ લોન્ચ થવાનું હોય ત્યારે કેવા ઉત્તેજનાનો અને ગૌરવનો માહોલ હોય છે તે બાળકો સ્કિટ દ્વારા તાદ્રશ્ય કરશે.

(12:21 pm IST)