Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

SGVP ઇન્ટનેશનલ સ્કુલ દ્વારા ૨૫ ફુટના ચંદ્રયાન દ્વારા ચન્દ્રયાન-૨ મિશનની આછી ઝલક SGVP ની ચારેય સંસ્થાના ૧૬૦૦ વિદ્યાર્થીઓ જોડાયા

અમદાવાદ તા.૧૮  તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન ઇસરો દ્વારા હાથ ધરાયેલ અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન -૨ મિશનથી આપણે બધા વાકેફ છીએ.

      આ મિશન અેક અબજ ઉપરાંત ભારતીયોની મહત્વાકાંક્ષાઓનું પ્રતિક છે.

    શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને જયદેવભાઇ સોનાગરા સાહેબની ઉપસ્થિતિમાં. અેસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ અમદાવાદ ખાતે ચંદ્રયાન -૨ પ્રોજેક્ટને અનુલક્ષીને બાળકોમાં વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ લાવવા તેમજ ઇસરોના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા ૨૫ ફુટના ચંદ્રયાન દ્વારા ગુરુકુલના લીલોતરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો.

    જ્ચારે કોઇ સ્પેસ શટલ લોન્ચ થવાનું હોય ત્યારે કેવા ઉત્તેજનાનો અને  ગૌરવનો માહોલ હોય છે તે બાળકો સ્કિટ દ્વારા તાદ્રશ્ય કરાવ્યો હતો.

  આ ઉપરાંત ઉજવણીમાં જોડાનાર બાળકો માટે ટેટૂ મેકીંગ, પામ પ્રિન્ટીંગ, એક મિનીટ ગેઇમ્સ, ઇસરોના અનુભવી વિજ્ઞાનીઓ દ્વારા અનુભવો શેરીંગ, મોડલ ડિસ્પ્લે, પેઇન્ટીંગ એક્ઝીબીશન અને રોકેટ લોન્ચીંગ સિમ્યુલેશન વગેરે જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં એસજીવીપી સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય, મેમનગર ગુરુકુલ અને દિવ્ય પથ સ્કુલના  વિદ્યાર્થીઓ જોડાયા હતા.

(12:20 pm IST)