Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરતમાં બર્થ ડે સેલિબ્રેશન માટે કેકની અંદર મૂકી દારૂની બોટલ : તલવારથી કર્યું કેક કટિંગ

જાહેરમાં ડીજેના તાલે ડાન્સ કરતાં આતશબાજી કરી

 

સુરતમાં યુવાનોએ  બર્થ ડે સેલિબ્રેશન માટે દારૂની બોટલ કેકની અંદર મૂકી હતી. અને તલવાર વડે કેક કટિંગ કર્યું હતું. સરેઆમ રાત્રિના ડીજેના તાલે ડાન્સ કરતાં આતશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

   સુરતમાં ફરી એકવાર દારૂબંધીના લીરેલીરાં ઉડ્યા છે. અગાઉ ગણેશ ચતુર્થી વખતે યુવાનો ગણેશ પ્રતિમા લઈ જતાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડતો વીડિયો વાઇરલ થયો હતો. જે બાદ ફરીથી દારૂવાળી કેક કટિંગનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયો સુરતમાં કઈ જગ્યાનો છે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.પણ યુવાનોએ રસ્તા વચ્ચોવચ દારૂની બોટલ સાથેની કેકનું કટિંગ તલવાર વડે કર્યું હતું. અને આતશબાજી કરી ડીજેના તાલે ડાન્સ કર્યો હતો.

(12:10 am IST)