Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વડોદરામાં સમરસ હોસ્ટેલના યોગ્ય ભોજન અને સ્વચ્છ પાણી નહિ મળતા વિદ્યાર્થીઓમાં રોષ :હોબાળો મચાવ્યો

કેટરિંગના કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને કોન્ટ્રાક્ટ રદ કરાવવા પ્રયાસ થશે તેવી ખાતરી આપી

 

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સારી ગુણવત્તાનું ભોજન મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીઓ રહે છે. અહીં છેલ્લા કેટલાય દિવસોથી યોગ્ય ભોજન અને સ્વચ્છ પાણી મળવાની ફરિયાદો ઉઠી હતી. વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ કામગીરી થઈ નહોતી. સોમવારે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવા છતા કોઈ પગલા લેવાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

જોકે અંગે હોસ્ટેલના ચેરમેનને પુછવામાં આવતા તેમણે પણ વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો સ્વીકાર કર્યો હતો. સાથે કેટરિંગના કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને તેનો કોન્ટ્રાક્ટ રદ કરાવવા પ્રયાસ થશે તેવી ખાતરી પણ આપી હતી. જોકે પાણીની સમસ્યા કોર્પોરેશન કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતુ.

(12:43 am IST)