Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમદાવાદ ટ્રાફિક પોલીસે પહેલા દિવસે 1900 લોકો પાસેથી 7 લાખથી વધુનો દંડ વસુલ્યો

સૌથી વધુ હેલ્મેટ વગર 622 લોકો પાસેથી 3,11,000 રૂપિયા દંડ વસૂલાયો

 

અમદાવાદ: રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે. સોમવારે પ્રથમ દિવસે પોલીસે નવા દંડ મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. પીયુસી વગરના વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સોમવારે 1900 લોકો પાસેથી 7,02,850નો દંડ વસુલ કર્યો છે. જેમાં પીયુસી વગરના 2 લોકોને 1000નો દંડ, હેલ્મેટ વગર 622 લોકો પાસેથી 3,11,000 રૂપિયા દંડ, સીટ બેલ્ટ વગર 226 લોકો પાસેથી 1,13,000 રૂપિયા દંડ અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાનો 9 લોકોને 5000 રૂપિયા દંડ વસૂલાયો છે.
 
ટ્રાફિક સાઈન ભંગના 49 કેસ, ગેરકાયદે પાર્કિંગના 398 કેસ, ડાર્ક ફિલ્મના 48 કેસ, ત્રણ સવારી 362 કેસ, લાઇસન્સ વગરના 50 કેસ કરાયા હતા.

(9:05 am IST)