Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સાબરકાંઠાની રાષ્‍ટ્રીય લોક અદાલતમાં ૩૩૦૮ કેસોનો નિકાલ કરાયો

 

સાબરકાંઠા :જિલ્લાની કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટાડવા તેમજ સમાધાનથી કેસોનો નિકાલ થાય તે હેતુસર સાબરકાંઠા જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ દ્વારા કોર્ટમાં દાખલ થયેલા તેમજ દાખલ થાય તે પહેલાના પ્રિલીટીગેશન કેસોના નિકાલ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ લોક અદાલત યોજાઇ હતી.

લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, બેંક લેણાં- ચેક રીટર્નના, મોટર એકસીડન્ ક્લેઇમ, લગ્ન વિષયક, મજુર અદાલત, જમીન સંપાદન, ઇલેક્ટ્રીસીટી તથા પાણી બિલને લગતા કેસો તેમજ પગાર ભથ્થા અને નિવૃતિ લાભો બાબતેની સર્વિસ મેટરો , રેવન્યુ કેસો, દિવાની (ભાડા, સુખાધિકારના કેસો મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા) વગેરે પ્રકારના કેસ રજૂ થયા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લાના તમામ જ્યુડીશયલ અધિકારીઓ,વકીલો,જુદી જુદી વિમા કંપનીઓ,ફાઇનાન્સ કંપનીઓ, બેંકોના જવાબદાર અધિકારીઓ તથા હાજર પક્ષકારોની ઉપસ્થિતીમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં દિવાની તથા ફોજદારીને લગતા ૩૩૦૮ કેસોનો નિકાલ કરાયો હોવાનુ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(12:31 am IST)