Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મહેસાણા ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પગારમાં ઠાગાઠૈયા : પગારમાં વિલંબનો મામલો ગરમાયો : મેનેજરને ઉગ્ર રજૂઆત

એરીયસ 14 મહિનાનો સમય થયો હોવા છતાં આપ્યું નથી: પગાર બાબતે પુછાતા નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી

 

મહેસાણામાં સેકન્ડરી ફોર્સ સિક્યુરીટી ગાર્ડ એમ્પ્લોઇ વેલફેર એશોસીએશન દ્રારા પગાર પ્રશ્ને રજૂઆત કરાઈ છે જેમાં વારંવાર પગારમાં વિલંબ કરાય છે અને દર મહિને તા-8-9-10-11 કે 12 તારીખે પગાર થાય છે. જેને લઇ ઓએનજીસી કેડીએમ ભવનના જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.

મહેસાણા ઓએનજીસીના ઓપરેશનલ એરીયામાં સિક્યુરીટી ગાર્ડ તરીકેની ફરજ બજાવતા કામદારોને સમયસર પગાર ના મળવાથી મામલો બિચક્યો છે. મહેસાણામાં સેકન્ડરી ફોર્સ સિક્યુરીટી ગાર્ડ એમ્પ્લોઇ વેલફેર એશોસીએશન દ્રારા મંગળવારે જનરલ મેનેજર એચઆરઆઇઆર કેડીએમ ભવન મહેસાણાને પત્ર લખી પગાર બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

મહેસાણામાં સેકન્ડરી ફોર્સ સિક્યુરીટી ગાર્ડ એમ્પ્લોઇ વેલફેર એશોસીએશનની રજૂઆતમાં જણાવાયુ છે કે, સિક્યુરીટીની નોકરી સિવાય અમારી પાસે અમારા પરિવારનું ભરણ પોષણ કરવાનો બીજો કોઇ સહારો નથી. અમો બધા ગાર્ડ હાલ આર.એસ. સિક્યુરીટી કંપની હેઠળ સિક્યુરીટી ગાર્ડની ફરજ બજાવીએ છીએ. અને .એન.જી.સી.ના તેલકુવા અને કે.ડી.એમ. ભવન, કોલોની જેવા જુદા-જુદા એરિયામાં ફરજ બજાવીએ છીએ.

આર.આર.એસ. કંપની અમોને આવી ત્યારથી ખૂબ તકલીફો આપે છે. ખરાબ કીટ એન્ડ લીવરીઝ આપી છે. અમોને અમારું બાકી નીકળતું એરીયસ 14 મહિનાનો સમય થયો હોવા છતાં આપ્યું નથી અને અમોને ટાઇમસર પગાર પણ કરતાં નથી. વારંવાર તા-8-9-10-11 કે 12 તારીખે પગાર કરે છે. અને ગયા મહીનાનો પગાર પણ આજે 17-9-2019 તારીખ થઇ છતાં પણ થયો નથી. કંપનીના મેનેજર પર આક્ષેપ કરાયા છે કે, તેમને પગાર બાબતે ફોન કરીએ તો તે ઉડાઉ જવાબ આપે છે. અને અમોને નોકરી માંથી કાઢી મુકવાની અને બદલીઓ કરવાની ધમકી આપે છે.

(11:01 pm IST)