Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સાધુ વિશ્વવલ્લભની મુશ્કેલીમાં વધારો : સુરત કોર્ટમાં ફરિયાદ થતા તપાસના આદેશ :રાજ્યપાલ દેવવ્રતે ગૃહ સચિવને ફટકારી નોટિસ

એક મહિનાની અંદર તપાસ કરી રિપોર્ટ કરવા કોર્ટનો આદેશ : રાજ્યપાલે ત્વરીત અને ઉચિત કાર્યવાહી કરવાનો આદેશ કર્યો

 

સુરત : સાધુ વિશ્વવલ્લભની મુશ્કેલીમાં વધારો થયો છે સાધુ વિશ્વવલ્લભ સામે સુરત કોર્ટમાં દલિત સમાજ વિશે કથિત ટિપ્પણી સામે સામાજિક કાર્યકર પ્રવીણ મોખરાએ સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. સુરત કોર્ટે ડીવાયએસપી એસસી એસટી સુરત સીટીને તપાસનો આદેશ કર્યો છે અને એક મહિનાની અંદર તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે

   . બીજી તરફ રાજ્યપાલ દેવવ્રતે મામલે ગૃહ સચિવને નોટિસ ફટકારી છે.મહત્વપૂર્ણ છે કે પહેલા ડીજી શિવાનંદ ઝાએ કાર્યવાહી કરવાનું કહ્યું હતું. પહેલા અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘને જિગ્નેશ મેવાણી સહિતના દલિત આગેવાનો મળ્યા હતા અને તેમને સાધુ વિશ્વવલ્લભની ટિપ્પણીનો વીડિયો સાચો હોવાની પૃષ્ટી કરી હતી અને યોગ્ય પગલા ભરવાનું જણાવ્યુ હતું.

મામલે અમદાવાદના કાંતિલાલ પરમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી  હતી.જેની ગંભીરતાની નોંધ લેતા રાજ્યપાલે ગુજરાતના ગૃહ સચિવને નોટિસ ફટકારી છે.તેમજ ત્વરીત અને ઉચિત કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

(9:49 pm IST)