Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા કવાયત :દયારામ યાદવે લીધી અમદાવાદની મુલાકાત

રાજ્યના વિવિધ ભાગોમાં રેલી યોજશે :ઇંધણ ભાવ,ખેડૂતોની સ્થિતિ,અને રાફેલ દીલ જેવા મુદ્દા ગજાવશે

 

અમદાવાદ ;આગામી વર્ષ 2019માં કેન્દ્રની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સમાજવાદી પાર્ટી દ્વારા ગુજરાતમા સંગઠનને મજબૂત કરવાની જવાબદારી દયારામ યાદવને સોપવામા આવી છે. દયારામ યાદવે અમદાવાદની મુલાકાત લીધી હતી. અને આગામી રણનીતી અંગે માહીતી આપી હતી

 સમાજવાદી પાર્ટીના જણાવ્યા મુજબ પાર્ટી ગુજરાતમા અને દેશમા પેટ્રોલના ભાવ વધારો, ખેડૂતોની સ્થિતિ, રાફેલ કૌભાંડ વગેરે જેવા 20 મુદ્દાને  લઇ પ્રજા સમક્ષ જશે. ગુજરાતના વિવિધ ભાગમાં રેલી યોજવામા આવશે. લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે તેઓએ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની વાત કરી હતી.

(12:45 am IST)