Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિધાનસભા સત્ર : સાથે સાથે

જગદીશ પંચાલ ગૃહમાં ઉંઘતા ઝડપાઈ ગયા

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુંકુ સત્ર આજે શરૂ થયું હતું. પ્રથમ દિવસે જ વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન કેટલીક બાબતો જોવા મળી હતી. એકબાજુ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. બીજી બાજુ ભાજપ સરકારે પણ કોંગ્રેસના આકરા વલણની હવા કાઢી નાંખી હતી અને ખેડૂતો માટે મોટી જાહેરાત કરવાની ખાતરી આપી હતી. સત્રના પ્રથમ દિવસની સાથે સાથે નીચે મુજબ છે.

*    ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુંકુ સત્ર શરૂ થયું

*    પ્રથમ દિવસે જ કોંગ્રેસ પાર્ટીએ ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું અને વિધાનસભા તરફ કુચ કરી

*    કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરાયા બાદ મોડેથી મુક્ત કરાયા

*    ખેડૂતો માટે ટૂંક સમયમાં જ મોટી જાહેરાત કરવાની નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી

*    કોંગ્રેસ ઉપર નીતિન પટેલે આકરા પ્રહારો કર્યા

*    ખેડૂત આક્રોશ રેલી દરમિયાન પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી

*    ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું

*    કાર્યક્રમ સવારે નવ વાગે શરૂ થવાનો હતો પરંતુ ૧૦ વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ થયો ન હતો

*    રેલીમાં મુકવામાં આવેલી ખુરશીઓ પાંખી હાજરીમાં દેખાઈ

*    વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ભારતરત્ન વાજપેયી સહિત હાલમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અપાઈ

*    વિધાનસભા તરફ કુચ દરમિયાન એકાએક પથ્થરમારો કરાતા પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો જેમાં કેટલાકને ઇજા થઇ

*    પોલીસ વાહનોમાં કોંગ્રેસી કાર્યકરોને બેસાડવામાં આવ્યા

*    કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ પોલીસ વાહનોની હવા પણ કાઢી નાંખી

*    અમિત ચાવડાને અગમ્ય કારણોસર હોસ્પિટલમાં ખસેડવા પડ્યા

(8:16 pm IST)