Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગાંધીનગર સે-1માં કોમર્શિયલ પ્રવૃતિ વિરુદ્ધ તંત્રની લાલ આંખ: 15 દુકાનો સીલ કરવામાં આવી

ગાંધીનગર: શહેરમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ સામે લાલ આંખ કરવામાં આવી છે ત્યારે આજથી સીલીંગની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના સે-૧માં રહેણાંકના પ્લોટમાં ચાલતી ૧પ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

જ્યારે સે-રરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં સીલ મારવા ગયેલી ટીમે સીલીંગની કામગીરી શરૂ કરતાં વેપારીઓેએ કમિશનરને રજુઆત કરી ૧પ દિવસનો સમય માંગ્યો હતો જે આપવામાં આવ્યો હતો. આવતીકાલે પણ અન્ય સેકટરમાં આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. ઘણાં સેકટરોમાં વેપારીઓએ માલસામાન ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. 

ગાંધીનગર શહેરમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ સામે કોર્પોરેશન તંત્રએ લાલ આંખ કરીને જાહેર નોટિસ પાઠવી વેપારીઓને પ્રવૃતિ બંધ કરવા માટે તાકીદ કરી હતી. પરંતુ કોર્પોરેશનની આ જાહેર નોટીસનો કોઈ અર્થ નીકળ્યો નહોતો અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ ચાલુ રહી હતી.

(5:36 pm IST)