Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બહેન સાથે ઝઘડેલ બનેવીને સુરતી સાળાએ ચપ્પુના ઘા ઝીક્યાં

સુરત:બહેન તેના પતિ સાથે ઝઘડો કરી રીસાઇને પિયરમાં આવી જતાં તે બાબતની અદાવત રાખી પરવત પાટીયાના યુવાને પિતા, પિતરાઇ ભાઇ અને અન્ય એક સાથે મળી બનેવી ઉપર જીવલેણ હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોડાદરા સુપર સિનેમા પાસે ચિરાગભાઇ રબારીના મકાનમાં રહેતા માયાબેન ભટુભાઇ થોરાટ  અને તેમનો પુત્ર વિકાસ પૂણા ઇન્ટરસીટી કોમ્પલેક્ષ ડી.એલ. નેટવર્કમાં પટાવાળા તરીકે નોકરી કરે છે.

વિકાસના લગ્ન પરવત પાટીયા ચોર્યાસી ડેરીની બાજુમાં ડિમ્પલનગર સોસાયટીમાં રહેતા એકનાથ પગારેની પુત્રી રેખા સાથે થયા હતા. જો કે, રેખા અઠવાડિયા અગાઉ વિકાસ સાથે ઝઘડો કરી પિયર ચાલી ગઇ હતી.

(5:36 pm IST)